માર ખાવો પડે કે જેલ જવું પડે આ દિવસે રામમંદિરનો શિલાન્યાસ કરીને રહેશે શંકરાચાર્ય

PC: dailynewsonline.in

અયોધ્યામાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હવે તેઓ સ્વયં રામમંદિરના નિર્માણ માટે પહેલ કરશે.જેના માટે તેઓ આગામી 17 ફેબ્રુઆરીના રોજ પ્રયાગથી અયોધ્યા કૂચ કરીને જશે. બાદમાં 20 ફેબ્રુઆરીએ એક વિરાટ સભા યોજાશે અને ર1મી ફેબ્રુઆરીના દિવસે રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ માટે તેઓ કોઈપણનો સામનો કરવા તૈયાર છે. માર ખાવો પડે કે પછી જેલ જવું પડે તેના માટે તૈયારી કરી લીધી હોવાનું સરસ્વતી સ્વરૂપાનંદે વધુમાં જણાવ્યું હતું.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ તો સતત આવતી રહે છે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. હવે લોકસભાની યોજાશે. અમારે કેટલી ધીરજ ધરવાની છે. અમે અયોધ્યાના શિલાન્યાસનો કાર્યક્રમ કોઇ પણ સંજોગોમાં બંધ રાખીશું નહીં. શંકરાચાર્ય સ્વરૂપાનંદે તમામ રામભકતોને એક એક ઇંટ સાથે અયોધ્યામાં આયોજિત શિલાન્યાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચવા હાંકલ કરી હતી.

શંકરાચાર્યનો દાવો છે કે અમને અખાડા પરિષદના અધ્યક્ષ અને રામાનંદ સંપ્રદાયના સંતોનું પણ સમર્થન પ્રાપ્તથયું છે. છે અને તેઓ પણ અમારી સાથે અયોધ્યા સુધીની રેલીમાં જોડાશે. અયોધ્યા મંદિરમાં જઇને અને ગર્ભગૃહમાં ચાર શિલાઓ રાખવામાં આવશે. સાથે સવિનય કાનૂન ભંગ કરવામાં આવશે. આ યાત્રાને રામ આગ્રહ માટે અયોધ્યા પ્રસ્થાન નામ આપવામાં આવ્યું છે. ગાંધીજીના સત્યાગ્રહની પેટર્ન પર જ રામ આગ્રહ કરાશે. કોઇ પણ પક્ષ હોય તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી સપા હોય, કોઇ પણ પક્ષ મંદિર તો શું મસ્જિદ, ગુરૂદ્વારા કે ચર્ચ પણ બનાવી શકે તેમ નથી તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp