શરદ પવાર ચાણક્ય છે અને રાજકારણમાં કશું અસંભવ નથી, ફડણવીસ આવું કેમ બોલ્યા?

PC: facebook.com/PawarSpeaks

મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા સમયથી નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં શરદ પવારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વખાણ કર્યા પછી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શરદ પવારે તેમના કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું કે, RSSની જેમ આપણી પાસે પણ એક કેડર હોવી જોઇએ જે નિષ્ઠાવાન હોય.શરદ પવારના નિવેદન સામે ફડણવીસનું પણ નિવેદન સામે આવ્યું છે.

નાગપુરના એક કાર્યકર્મમાં દેવેન્દ્ર ફડણીવીસે કહ્યું કે, શરદ પવાર ચાણક્ય છે અને રાજકારણમાં કશું અસંભવ નથી. તેમણે કહ્યું કે કદાચ શરદ પવારને સમજાઇ ગયું હશે કે, RSSએ નિયમિત રાજકારણ કરનારી સંસ્થા નથી, પરંતુ રાષ્ટ્ર ભાવના રાખનારી સંસ્થા છે. મહાવિકાસ અઘાડીને એમ હતું કે, લોકસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં ફેક નેરેટીવ ચાલી જશે, પરંતુ એ ચાલ્યું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp