શાસ્ત્રી કહે- મહામંડલેશ્વર બનવા 50-50 વર્ષ તપસ્યા કરવી પડે, મમતાએ આપ્યો જવાબ

PC: instagram.com/mamtakulkarniofficial___

અભિનેત્રીમાંથી સંન્યાસી બનેલી મમતા કુલકર્ણી આજકાલ ખૂબ વિવાદમાં છે. સાધુ-સંતો પણ તેને મહામંડલેશ્વર બનાવી દેવાતા નારાજ છે, ત્યારે તાજેતરમાં જ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મમતા વિશે કહ્યું હતું કે, મહામંડલેશ્વર બનવા માટે 50-50 વર્ષની તપસ્યા કરવી પડે છે. અત્યારસુધી હું નથી બની શક્યો, તો એ કેવી રીતે બની ગયા? આના પર સવાલ પૂછાતા મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, એ ભોળો...ધીરેન્દ્ર શાસ્ત્રી છે. તેમની જેટલી ઉંમર છે, તેટલી તો મેં તપસ્યા કરી છે, જેમને તેણે સિદ્ધ કરીને રાખ્યા છે, એ હનુમાનજી. આ 23 વર્ષની તપસ્યામાં 2 વાર પ્રત્યક્ષ સ્વરૂપમાં મારું તેમની સાથે રહેવાનું થયું છે. તેમના ગુરુ છે રામભદ્રાચાર્ય. હું ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફક્ત એટલું કહીશ કે તે તેમના ગુરુ પાસે દિવ્ય દૃષ્ટિ છે, તેમને પૂછો કે હું કોણ છું અને ચૂપચાપ બેસી જાય.

મમતાને મહામંડલેશ્વર બનાવ્યા પછી કિન્નર અખાડામાં 'મહાભારત'; મમતાની હકાલપટ્ટી

મહાકુંભ મેળામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવ્યા પછી કિન્નર અખાડો લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી તેમનો હોદ્દો છીનવી લેશે કે નહીં? આ વિવાદ કેવી રીતે ઉકેલાશે અને શું મહામંડલેશ્વરના પદ પર કોઈ નવો ચહેરો જોવા મળશે કે કેમ? આવા અનેક સવાલો સામે આવી રહ્યા હતા, તે બધા વચ્ચે કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાંથી કાઢી મૂકી છે. તેની સાથે મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ અખાડામાંથી તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે કિન્નર અખાડાના સંસ્થાપક રિશિ અજય દાસે એક લેટર જાહેર કરીને મમતા કુલકર્ણી અને તેની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ અખાડામાંથી કાઢી મૂક્યા છે.

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપવાનો વિવાદ વધી રહ્યો છે. અભિનેત્રીને આ બિરુદ આપવા અંગે કિન્નર અખાડામાં વિરોધ શરૂ થઈ ગયો છે. એકંદરે, કિન્નર અખાડામાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આ મુદ્દે કિન્નર અખાડાના સ્થાપક અજય દાસ અને આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી આમનેસામને આવી ગયા છે. અજય દાસે તો એમ પણ કહ્યું છે કે, તેઓ આજે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને તેમના પદ પરથી હટાવી દેશે... પરંતુ તેનાથી વિપરીત, લક્ષ્મી નારાયણના નિવેદનથી એક નવો વિવાદ સર્જાયો છે, જેમાં તેમણે કહ્યું છે કે, દાસ ખુદ આ પદ પર નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બપોરે કિન્નર અખાડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને દૂર કરવા માટે અખાડામાં તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે કિન્નર અખાડાના સંતોમાં ચર્ચા જોરદાર બની છે. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે આ મામલે મોટી કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આજે આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને દૂર કરશે અને આજે બપોરે આ જાહેરાત કરવામાં આવશે.

બીજી તરફ, મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે કિન્નર અખાડામાં જે પણ નિર્ણય લેવામાં આવશે, તે સંપૂર્ણ પારદર્શિતા સાથે લેવામાં આવશે. તેમણે કહ્યું કે કિન્નર અખાડા આજે બપોરે 3 વાગ્યે આ સમગ્ર વિવાદ પર એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે.

તેમણે તો એમ પણ કહ્યું કે, અજય દાસને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તે તેના પરિવાર અને બાળકો સાથે રહે છે. કિન્નર અખાડામાં હવે તેના માટે કોઈ સ્થાન નથી. કિન્નર અખાડા આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

આ બે નિવેદનો પછી, એ સ્પષ્ટ છે કે મહાકુંભમાં કિન્નર અખાડામાં એક નવો વિવાદ ઊભો થઈ શકે છે, જે અજય દાસ વિશે છે. તેઓ અખાડાના સ્થાપક છે અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ (અજય દાસ) તેમના અખાડામાં જ નથી.

હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે, કિન્નર અખાડામાં મહામંડલેશ્વરના પદ અંગે નવેસરથી સમીક્ષા કરવામાં આવશે કે નહીં. ઉપરાંત, શું આ પદ પર કોઈ નવા ચહેરાની નિમણૂક કરવામાં આવશે? બધાની નજર આના પર ટકેલી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કિન્નર અખાડામાં જૂથવાદ વધી રહ્યો છે. એક તરફ અજય દાસ છે, જે પોતાને સ્થાપક કહે છે, અને બીજી તરફ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી છે, જેમણે પોતે આ અખાડામાં પોતાની પકડ મજબૂત બનાવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp