ઠાકરે પરિવારને 50 વર્ષમાં પહેલીવાર દશેરા રેલીની પરવાનગી ન મળી, હવે શું કરશે?

PC: republicworld.com

BMCએ શિવસેનાના બંને જૂથોને શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવાની મંજૂરી આપી નથી. રેલીને લઈને ઉદ્ધવ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે  ખેંચતાણ ચાલી રહી હતી. 50 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે શિવસેનાને અહીં રેલી કરવા પર રોક લગાવવામાં આવી છે. અહીં 56 વર્ષથી દશેરા રેલીનું આયોજન કરવામાં આવે છે. જો કે, BMCના આ નિર્ણય બાદ ઉદ્ધવ અને એકનાથ શિંદે જૂથ વચ્ચેની ખેંચતાણ વધી શકે છે.

શિવાજી પાર્ક અને દશેરા રેલી બંને ઠાકરે પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરિવાર બે પેઢીથી દશેરા રેલીનું આયોજન કરે છે.

શિવસેનાનો શિવાજી પાર્ક સાથે ઘણો જૂનો અને ભાવનાત્મક સંબંધ છે. જ્યારે શિવસેનાની સ્થાપના પાર્ટીના સુપ્રીમો બાલ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી, ત્યારે ઓક્ટોબર 1966માં પ્રથમ વખત દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ એક રીતે શિવસેનાનું પ્રારંભિક સંમેલન હતું, જેણે લોકો અને પક્ષ વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો હતો. બાલ ઠાકરેના પિતા, સામાજિક કાર્યકર પ્રબોધનકાર કેશવ સીતારામ ઠાકરે પણ દશેરા પર ઉજવણીનું આયોજન કરતા હતા. આ પછી બાળ ઠાકરે અને પછી ઉદ્ધવ ઠાકરેએ પણ આ મેદાનમાં રેલીનું આયોજન શરૂ કર્યું. પહેલીવાર શિવસેના-ભાજપની સરકાર બની ત્યારે પણ શપથવિધિ આ મેદાનમાં જ થઈ હતી. આ પછી અહીં મહાવિકાસ આઘાડી સરકારનો શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યો હતો. બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ આ જ મેદાનમાં 2012માં કરવામાં આવ્યા હતા.

બુધવારે ઉદ્ધવ ઠાકરેએ આગ્રહ કર્યો હતો કે જાહેરસભા શિવાજી પાર્કમાં જ યોજાશે. પાર્ટી શિંદેને પોતાની તાકાત બતાવવા માંગતી હતી. જો કે, શિવસેનાના નેતાએ પણ સ્વીકાર્યું કે તેઓ વૈકલ્પિક જગ્યા શોધી રહ્યા છે. પૂર્વ મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબે કહ્યું કે તેઓ હજુ પણ હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, મને આશા છે કે હાઈકોર્ટ અમને શિવાજી પાર્કમાં રેલી યોજવાની મંજૂરી આપશે.

અન્ય એક નેતાએ કહ્યું કે તે 99.9 ટકા નિશ્ચિત છે કે હાઈકોર્ટ ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં ચુકાદો સંભળાવશે કારણ કે તેમનો પ્રાકૃતિક અધિકાર છે. તેમણે કહ્યું, અમે અગાઉ પણ પરવાનગી માટે અરજી કરી હતી. એક નેતાએ એમ પણ કહ્યું કે જો હાઈકોર્ટ અમને પરવાનગી નહીં આપે તો અમને સંવેદનામળશે. કોરોના કાળ દરમિયાન  આમ પણદશેરા રેલી થઈ શકી નહોતી. 2019 પછી પ્રથમ વખત અહીં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 એકરમાં ફેલાયેલા આ પાર્કનું નામ પહેલા માહિમ પાર્ક હતું. બાદમાં 1927માં તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ પાર્ક સચિન તેંડુલકર માટે પણ ઘણો મહત્ત્વ ધરાવે છે. રમાકાંત આચરેકર અહીં સચિન તેંડુલકરને ક્રિકેટ શીખવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp