આ મુદ્દે મોદી સરકારની સાથે આવી શિવસેના

PC: india.com

નાગરિકતા સંશોધન બિલ (CAB) પર મોદી કેબિનેટે મહોર લગાવી દીધી છે. આ બિલનો કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓ વિરોધ કરી રહી છે, પરંતુ કોંગ્રેસની સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવનારી શિવસેનાએ બિલનું સમર્થન કર્યું છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમારું વલણ હંમેશાં ઘૂસણખોરો વિરુદ્ધનું રહ્યું છે. મુંબઈમાં અમે બાંગ્લાદેશીઓનો સામનો કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા પર અમે હંમેશાં કોઈપણ સરકારની સાથે છીએ.

સંજય રાઉટે કહ્યું કે, દરેક રાજ્યના બિલ વિશે અલગ-અલગ વિચારો છે, બીજાના વિચારો પણ જાણવા જોઈએ. આસામમાં BJPના મુખ્યમંત્રી પણ તેનો વિરોધ કરી રહ્યા છે. હું કોઈપણ ધર્મ વિશે ચિંતિત છું અને મને ખબર છે કે, મુંબઈમાં શું થઈ રહ્યું છે. અમે જોઈશું કે આ બિલ ક્યારે સદનમાં આવશે.

આ પહેલા કેન્દ્રીય મંત્રિમંડળે બુધવારે નાગરિકતા સંશોધન બિલ, 2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ બિલના સંસદમાં પાસ થતા કાયદો બની ગયા બાદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉત્પીડનનો શિકાર હિંદુઓ, ખ્રિસ્તીઓ, શિખો, પારસીઓ, જૈનો અને બૌદ્ધ અનુયાયીઓને ભારતની નાગરિકતા આપી શકાશે.

આ બિલ નક્કી કરેલી શ્રેણીઓના ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતાના પાત્ર બનાવવા માટે નાગરિકતા અધિનિયમ, 1955ને સંશોધિત કરવા માટે છે. આ બિલમાં મુસ્લિમોને સામેલ ન કરવા પર વિપક્ષ, અલ્પસંખ્યક સંગઠનો અને અન્યએ હુમલો બોલ્યો છે. તેમણે આ તર્ક પર પણ આ બિલનો વિરોધ કર્યો છે કે, આ સંવિધાન વિરુદ્ધ છે, કારણ કે સંવિધાન ધર્મના આધાર પર કોઈ નાગરિક સાથે ભેદભાવ નથી કરતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp