ભારતીય મહિલાઓની સેક્સ લાઇફ પર સરકારી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

PC: aajtak.in

ભારતીયોની સેક્સ લાઈફ પર નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને મહિલાઓની સેક્સ લાઈફ સાથે જોડાયેલી ઘણી માહિતી આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર મહિલાઓ પુરૂષો કરતા વધુ સેક્સ્યુઅલી એક્ટિવ હોય છે. જો કે, આના ઘણા કારણો છે.

ભારતમાં લોકો સેક્સના મુદ્દે ખુલીને વાત કરવાનું ટાળે છે. જોકે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના લેટેસ્ટ ડેટામાં સેક્સને લઈને ઘણી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ સર્વે અંતર્ગત લોકોને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમ કે, શું લોકો હજુ પણ માને છે કે લગ્નની બહાર સેક્સ કરવું ખોટું છે? તેઓ કઈ ઉંમરે સેક્સ્યુઅલી એક્ટિવ બન્યા? સર્વે દર્શાવે છે કે સેક્સ સંબંધિત દરેક એક પ્રશ્ન પર ભારતીય પુરૂષો અને સ્ત્રીઓના અલગ-અલગ મંતવ્યો છે

NFHS ડેટા અનુસાર, ભારતીય પુરૂષો કરતાં મહિલાઓ   જલ્દી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે. 15 વર્ષની ઉંમર સુધીમાં, છોકરાઓ કરતાં છોકરીઓ સેક્સ અનુભવ કરી લે છે તેવી સંભાવના વધારે છે. સર્વેમાં 25 થી 49 વર્ષની મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓએ પહેલીવાર શારીરિક સંબંધ ક્યારે બનાવ્યો હતો. 10.3% મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ 15 વર્ષની ઉંમર સુધીમાં એકવાર સંબંધ બાંધી ચૂક્યા છે.

તો, આ ઉંમરમાં સેક્સ કરવાવાળા પુરુષોનો આંકડો 0.8 ટકા છે.

ભારતમાં સંમતિથી શારિરિક સંબધ બાંધવાની ઉંમર 18 વર્ષ છે પરંતુ એનાથી ઓછી ઉંમરમાં 6 ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ આ પહેલાં શારિરિક સંબધ બાંધી ચૂકી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના 4.3 ટકા યુવાનોએ કબુલ્યૂ કે તેઓ આ પહેલાં સેક્સ માણી ચૂક્યા છે.

મહિલાઓનું સેક્સ્યુઅલી એક્ટિવ હોવું ઘણી બાબતો પર આધાર રાખે છે. તેનું એક કારણ એ પણ છે કે ભારતીય સમાજમાં પુરુષોનું વર્ચસ્વ છે અને સેક્સની બાબતમાં તેમની મરજી વધારે ચાલે છે. ઘણી છોકરીઓ જાતીય હુમલાનો ભોગ બને છે. 3% થી વધુ મહિલાઓનું કહેવું છે કે તેઓ 22 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તેમના પર બળાત્કાર થઇ ચૂક્યો હતો.

સરવેમાં જણાવ્યા અનુસાર, મહિલાઓનો પ્રથમ વખત સેક્સનો અનુભવ તેમના શાળાકીય અભ્યાસની સાથે-સાથે તેમના સામાજિક સ્તર પર આધારિત છે. ઉદાહરણ તરીકે, અશિક્ષિત છોકરીઓમાં પ્રથમ જાતીય સંભોગ વખતે સરેરાશ ઉંમર 17.5 હતી, જ્યારે શાળામાં 12 વર્ષ કે તેથી વધુ સમય ગાળતી સ્ત્રીઓની સરેરાશ ઉંમર 22.8 હતી.

પ્રથમ સેક્સ અનુભવની સરેરાશ ઉંમર ગરીબ મહિલાઓમાં 17.8 વર્ષ અને અમીરોમાં 21.2 વર્ષ હતી. જ્યારે છોકરાઓ માટે; પ્રથમ સેક્સ અનુભવની સરેરાશ ઉંમર 22 થી 25 વર્ષની અંદર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp