મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ફેંકાયું ચપ્પલ

PC: dnaindia.com

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગુરુવારના રોજ પટનામાં ચપ્પલ ફેંકવામાં આવી હતી. આ ઘટના બાદ નીતિશ કુમારની સિક્યોરિટી અને પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. નીતિશ કુમાર પર આ હુમલો યુવા જનતા દળ(યુ)ના કાર્યક્રમમાં થયો હતો. CM પર એક વિદ્યાર્થીએ ચપ્પલ ફેંક્યું હતું. આ કાર્યક્રમમાં શામેલ થવા આવેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફ એક વિદ્યાર્થીએ આ ચપ્પલ ફેંક્યું હતું, પરંતુ ચપ્પલ ડાયસ સુધી પહોંચ્યું નહોતું.

પટના પોલીસે આ ઘટના બાદ ચંદન નામના એક યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને કારણે કાર્યક્રમમાં મોડું થયું હતું અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. પોલીસ આરોપીને પકડીને કાર્યક્રમ સ્થળથી દૂર લઈ ગઈ છે. આ યુવકે ચપ્પલ કેમ ફેંક્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp