જજની પત્ની અને પુત્રને ગોળી માર્યા પછી ફોન કરીને બોડીગાર્ડે જજને કહ્યું કે...

PC: news18.com

શનિવારે સાંજે 4.45 કલાકે એડિશનલ સેસન્સ જજ કૃષ્ણકાન્ત શર્મા એક બીજા જજ સાથે ગુરુગ્રામની જિલ્લા અદાલતમાં મીટિંગમાં મશગૂલ હતા ત્યારે તેમનો ફોન રણક્યો. આ કોલ તેમના ખાનગી સુરક્ષાકર્મીનો હતો. ધ્રૂજારી પેદા કરી દે તેવા શબ્દોમાં બોડીગાર્ડનો અવાજ સંભળાયો, 'મેં તમારી પત્ની અને પુત્રને ગોળી મારી દીધી છે. જાઓ અને તેમણે જુઓ.'

આ કોલ કરવાના 1 કલાક પહેલાં હેડ કોન્સ્ટેબલ મહિપાલ (32 વર્ષ)એ આર્કેડિયા માર્કેટમાં જજની પત્ની રીતુ અને 17 વર્ષના પુત્ર ધૃવને પોતાની સર્વિસ રિવોલ્વર વડે ખૂબ નજીકથી ઘણાબધા લોકોની હાજરીમાં ગોળી મારી હતી. આરોપી હુમલાવર મહિપાલે 2 ગોળી ફાયર કરી, જે રીતુની છાતી અને પેટમાં વાગી અને જ્યારે તેણે ધૃવને ત્રણ ગોળી મારી. એક તેના ખભા પર અને બે તેના માથાના ભાગમાં વાગી હતી. 

આ ગોળીબાર ભરબપોરે 3.30 કલાકે થયો હતો જ્યારે રોડ પર ખૂબ ટ્રાફિક હતો અને માર્કેટમાં પણ ખૂબ મોટી ભીડ હતી. એક વીડિયો ફૂટેજમાં તે લોહીલુહાણ ધૃવને ગાડીની પાછળની સીટ પર ખેંચીને મૂકતો નજરે ચડે છે પણ તેમાં સફળન થતા તે ધૃવને રસ્તા પર જ છોડીને કાર સાથે ફરાર થઈ જાય છે.

શૂટ આઉટ પછી 2 કલાક પછી થઈ મહિપાલની ધરપકડ

મહિપાલના ફરાર થયા પછી ઘટનાસ્થળે મોજૂદ લોકોએ રીતુ અને ધૃવને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા હાલતમાં સુધાર ન થવા પર તેમણે મેન્દાતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગોળીબારીના 2 કલાક પછી પોલીસે મહિપાલને ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પરથી ગ્વાલપહાડી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ હજુ ચાલુ છે અને તેણે આવું શું કામ કર્યું તે હજી સુધી જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp