એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ, અયોધ્યાના સીતારામ મંદિરમાં યોજાઈ ઈફ્તાર પાર્ટી

PC: ndtv.com

અયોધ્યામાં સોમવારે કંઈક એવું બન્યું, જે માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં પરંતુ આખા દેશ માટે એક મિસાલ બની ગયું છે. રમઝાનના મહિનામાં અયોધ્યાના શ્રી સીતારામ મંદિરમાં ઈફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાનના પાક મહિનામાં સાંપ્રદાયિક સૌહાર્દની મિસાલ કાયમ કરતા, ધાર્મિક ભાવનાઓથી ઉપર ઉઠીને સોમવારે અયોધ્યાના શ્રી સીતારામ મંદિરના પરિસરમાં ઈફ્તાર માટે બધા એકસાથે આવ્યા.

આ અંગે મંદિરના પૂજારી યુગલ કિશોરો કહ્યું હતું કે, આ ત્રીજીવાર છે, જ્યારે અમે લોકો ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છીએ. હું ભવિષ્યમાં પણ રમઝાન દરમિયાન આવું સતત કરતો રહીશ. આપણે બધા જ તહેવારની જેમ આ તહેવારને પણ મનાવવો જોઈએ. ઈફ્તાર પાર્ટીમાં સામેલ થનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે, આ પ્રકારની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, દર વર્ષે અમે પોતાના હિંદુ ભાઈઓ સાથે નવરાત્રિ પણ મનાવીએ છીએ.

ઈફ્તાર પાર્ટીમાં સામેલ અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, એજેન્ડાવાળા લોકો નથી ઈચ્છતા કે બધા જ સમુદાયો એકસાથે આવે અને આ પ્રકારનું આયોજન કરે. દેશમાં જે લોકો ધર્મના નામ પર રાજકારણ કરે છે, કિશોર જેવા લોકો પ્રેમનો સંદેશ આપે છે. જણાવી દઈએ કે, આખો મહિનો રોઝા રાખ્યા બાદ જે ઈદ આવે છે, તેને ઈદ-ઉલ-ફિતર કહે છે. તેને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp