શા માટે અભિનેત્રી શ્વેતા તિવારીએ કરાવી પતિ અભિનવની ધરપકડ?

PC: dnaindia.com

ફિલ્મ અભિનેત્રી શ્વેતા તિવારીના લગ્ન જીવનમાં ફરી એકવાર તકલીફ ઊભી થઈ છે. જેના કારણે શ્વેતા તિવારી અને તેની દીકરી પલકે અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શ્વેતા તિવારીએ તેના પતિ પર આક્ષેપ કર્યો છે કે, અભિનવ તેની દીકરી પલકને અશ્લીલ મેસેજ બતાવી રહ્યો છે અને તેની સાથે મારપીટ પણ કરી રહ્યો છે. શ્વેતા તિવારી અને દીકરી પલકની ફરિયાદના આધારે પોલીસે અભિનવ કોહલીની ધરપકડ કરી હતી. શ્વેતા તિવારીના અભિનવ સાથે બીજા લગ્ન છે અને લગ્ન પછી તેને દોઢ વર્ષનો પુત્ર પણ છે.

એક રીપોર્ટ અનુસાર, અભિનવ કોહલી શ્વેતાની દીકરી પલકને તેના મોબાઈલમાં અશ્લીલ ફોટાઓ બતાવતો હતો. આ બાબતે જ્યારે પલકે તેની માતા શ્વેતા તિવારીને જાણ કરી ત્યારે શ્વેતા તિવારી પલકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં અભિનવ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીના પહેલા લગ્ન પણ પતિની હિંસાના કારણે તૂટ્યા હતા અને ત્યારબાદ તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. એક રીપોર્ટ અનુસાર, 19 વર્ષની ઉંમરે શ્વેતાએ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી શ્વેતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. પલકના જન્મ પછી શ્વેતા અને રાજા ચૌધરી વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. રાજા ચૌધરી દારૂ પીને શ્વેતા સાથે મારપીટ કરતો હતો, જેના કારણે લગ્નના સાત વર્ષ પછી શ્વેતાએ રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ વર્ષ 2013માં શ્વેતાએ અભિનવ સાથે લગ્ન કર્યા હતા, લગ્ન પછી શ્વેતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 11 ઓગસ્ટના રોજ સંતાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આરોપી પર એવા આક્ષેપ છે કે, 2017થી 2019ની વચ્ચેના સમયમાં આરોપીએ ફરિયાદી પર ઘણીવાર અશ્લીલ કમેન્ટ્સ કરી છે અને તેને મોબાઈલ પર અશ્લીલ ફોટાઓ બતાવ્યા હતા. ફરિયાદીએ જ્યારે આ બાબતે તેની માતાને જાણ કરી ત્યારે તેની માતા અને તે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp