શપથ લેતા જ CMની જાહેરાત- 200 યુનિટ વીજળી ફ્રી, બેરોજગારોને મળશે 3000 રૂપિયા

PC: twitter.com

કર્ણાટકમાં આજે નવી સરકારનું ગઠન થઈ ગયુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જ્યારે, કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, 200 યુનિટ ફ્રી વીજળીની પહેલી ગૃહ જ્યોતિ યોજના લાગૂ કરવામાં આવશે. તેના પર આશરે 1200 કરોડ રૂપિયા ખર્ચ થશે. CMએ કહ્યું કે, મને નથી લાગતું અમારી સરકાર માટે એક વર્ષમાં 50000 કરોડ રૂપિયા ભેગા કરવા અસંભવ છે. પરિવારની મહિલાને ગૃહ લક્ષ્મી યોજના અંતર્ગત 2000 રૂપિયા આપવામાં આવશે. અમે હજુ પણ કામ કરી રહ્યા છીએ કે અમે કેટલો ખર્ચ કરીશું. તેના પર કેટલો ખર્ચ આવશે અમે આવનારી કેબિનેટ બેઠકમાં જણાવીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેરોજગાર ગ્રેજ્યુએટને 2 વર્ષ માટે 3000 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે.

બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં સિદ્ધારમૈયાએ એકવાર ફરી કર્ણાટક CM તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બપોરે 12.30 વાગ્યે તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ત્યારબાદ, KPCC ચીફ ડીકે શિવકુમારે ડેપ્યૂટી CM અને 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. CM સિદ્ધારમૈયાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, પહેલાની સરકારો યોગ્ય નહોતી. તે અમને ટેક્સનો હિસ્સો યોગ્યરીતે ના અપાવી શકી. નાણા આયોગની ભલામણ અનુસાર, કેન્દ્રએ આપણને 5495 કરોડ રૂપિયા આપવાના છે. CMએ કહ્યું કે, નિર્મલા સીતારમન કર્ણાટકના રાજ્યસભા સાંસદ છે અને તેમના અને CMના કારણે કર્ણાટકને નુકસાન થયું.

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બાદ સૌથી પહેલા ડૉ. જી પરમેશ્વરે મંત્રી પદના શપથ લીધા. તેઓ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં રાજ્યના પહેલા દલિત ડેપ્યૂટી CM હતા. પરમેશ્વર છવાર ધારાસભ્ય બની ચુક્યા છે. તેમણે 1989, 1999 અને 2004માં મધુગિરીથી અને 2008, 2018 અને 2023માં કોરાટાગેરેથી વિધાનસભા ચૂંટણી જીતી છે. તેઓ 8 વર્ષ સુધી KPCC પ્રમુખ રહ્યા છે. એમબી પાટીલે પદના શપથ લીધા. તેઓ કદ્દાવર લિંગાયત નેતા છે. તેઓ પાંચવાર ધારાસભ્ય રહી ચુક્યા છે.

2013માં સિંચાઈ મંત્રી રહી ચુક્યા છે. તેઓ સિદ્ધારમૈયાના ખૂબ જ નજીકના છે. ચૂંટણી પ્રચારના પ્રમુખ રહ્યા. સતીશ જારકીહોલીએ મંત્રી પદના શપથ લીધા. તેઓ KPCCના કાર્યકારી અધ્યક્ષ છે. પૂર્વ વન પર્યાવરણ મંત્રી રહ્યા છે. તેઓ નાયક સમુદાયમાંથી આવે છે. તેઓ ત્રણવાર મંત્રી રહી ચુક્યા છે. ખાંડની મીલ સહિત ઘણી સ્કૂલોના માલિક છે. તેમણે 2008માં કોંગ્રેસ જોઇન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp