છોકરી સર્જરી કરી છોકરો બની અને સહેલી સાથે જ પ્રેમ લગ્ન કર્યા
તમે બોલિવૂડ ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ તો જોઈ જ હશે. પરંતુ કન્નૌજમાં અમને ખરેખર એક અનોખી લવ સ્ટોરી જોવા મળી. પોતાનો પ્રેમ મેળવવા માટે એક છોકરીએ કંઈક એવું કર્યું કે જેને જોઈને બધા દંગ રહી ગયા. યુવતીને તેની એક સહેલી સાથે પ્રેમ થયો અને પછી તેને મેળવવા માટે તેણે તેની જાતિ જ બદલી નાખી હતી. આ માટે તેણે 7.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, પરંતુ પરિવારની સંમતિ પછી બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.
આ આખો મામલો કન્નૌજ હેડક્વાર્ટરના સરાય મીરા વિસ્તારના દેવની ટોલા વિસ્તારનો છે. દેવની ટોલા વિસ્તારના રહેવાસી ઈન્દ્ર ગુપ્તાને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે, તેમની બે પુત્રી અને એક પુત્રના લગ્ન થઇ ગયા છે. તેની સૌથી નાની પુત્રી શિવાંગી ગુપ્તા ઉર્ફે રાનુ બાળપણથી જ છોકરાની જેમ જ રહેતી હતી અને મોટી થતાં તે તેના પિતા સાથે દુકાન પર બેસીને તેમને મદદ કરતી હતી. ઈન્દ્ર ગુપ્તા વ્યવસાયે સોની છે.
એક દિવસ ઈન્દ્ર ગુપ્તા તેની દીકરી સાથે દુકાનમાં બેઠા હતા, ત્યારે જ્યોતિ નામની યુવતી સામાન ખરીદવા આવી હતી અને શિવાંગી ઉર્ફે રાનુ વાતો કરતા કરતા મિત્ર બની ગયા હતા. જ્યોતિએ રાનુને કહ્યું કે તે કોઈ કામ કરવા માંગે છે, ત્યારપછી શિવાંગી ઉર્ફે રાનુએ તેને પોતાના ઘરમાં એક નાનકડો રૂમ આપ્યો. જ્યાં તેણે પોતાનું અંગત કામ શરૂ કર્યું. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા ગાઢ થવા લાગી અને તેઓ એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા.
બંને એક કેવી રીતે બની શકે, કારણકે સમાજના રીતિ રિવાજો સામે આવી રહ્યા હતા. બંને છોકરીઓ એકબીજા સાથે કેવી રીતે લગ્ન કરી શકે? ત્યાર પછી શિવાંગીએ એવું પગલું ભર્યું કે જેને જોઈને બધા ચોંકી ગયા. શિવાંગીએ પુરુષ બનવાનું નક્કી કર્યું અને દિલ્હી જઈને તેનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશનના ત્રણ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને ચોથો તબક્કો હજુ બાકી છે, ત્યાર પછી તે સંપૂર્ણ પુરુષ બની જશે. આ સર્જરી માટે તેને 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો.
ત્યારપછી બંને પરિવારોએ તેમના બાળકો સાથે વાત કરી અને પરસ્પર સંમતિથી તેમના લગ્ન કરી લીધા. આ મામલો વાઈરલ થતાની સાથે જ આ લવસ્ટોરી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. જોકે, સ્થાનિક મીડિયા ચેનલ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. જ્યારે શિવાંગી ઉર્ફે રાનુ સાથે આ બાબતે વાત કરવામાં આવી, તો તેણે જણાવ્યું કે તેણે આ પગલું તેના પરિવારની સહમતિથી લીધું છે અને પોતાનો પ્રેમ મેળવવા માટે તે પુરુષ બની છે. અત્યાર સુધીમાં ત્રણ ઓપરેશન થઈ ચૂક્યા છે અને ચોથું ઓપરેશન થવાનું બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp