સિંગાપોરના રાજદૂતે 169માં પીધી બેસ્વાદ ચા, કાફે પર થયા ગુસ્સે, માલિકે વાત સમજાવી

PC: x.com/Salujanitin

ચા એ ભારતીયો માટે એક પ્રેમ છે. ઘણા લોકોની સવારની શરૂઆત તેની ચુસ્કી લેવાની સાથે જ થાય છે. કોઈ વિદેશી પણ ભારત આવે છે તો તે પણ તેનો સ્વાદ ચોક્કસ લે છે. કેટલાક લોકોને ચાનો સ્વાદ ખૂબ ગમે છે, જ્યારે અન્ય લોકો તેને બેસ્વાદ કહે છે. આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં સિંગાપોરના એમ્બેસેડર સિમોન વોંગે કુલ્હડ઼ની ચા પીધી અને તેને બેસ્વાદ કહી હતી, તો ચાલો તમને બતાવીએ કે તેમણે આવું શા માટે કહ્યું.

ભારતમાં સિંગાપોરના રાજદૂત સિમોન વોંગે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં બે તસવીરો પણ શેર કરવામાં આવી છે. એક ફોટામાં કુલ્હડ઼ની ચા છે અને બીજા ફોટામાં એ કાફે છે. જ્યાં બેસીને તેમણે ચા પીધી હતી. ફોટો શેર કરતા તેમણે લખ્યું, 'મેં ગુડગાંવમાં 'સ્વાદ વગરની' ચા પીધી. તે ચાની કિંમત મને ટેક્સ સાથે 169 રૂપિયાની પડી.'

સિમોન વોંગની પોસ્ટ શેર કર્યા પછી તરત જ વાયરલ થઈ ગઈ. જે પછી ચાયોસના સ્થાપક નીતિન સલુજાએ સિન વોંગની પોસ્ટનો જવાબ આપતાં તેમને તેમના આઉટલેટ પર ચા માટે આમંત્રણ આપ્યું હતું. નીતિન સલુજાએ કહ્યું કે, શ્રી વોંગ જી, ભારત અને સિંગાપોર વચ્ચે ગાઢ મિત્રતાના નામે, તમારા નજીકના ચાયોસ કાફેમાં આપનું સ્વાગત છે. તમને ચા માટે આમંત્રિત કરવા માંગુ છું. આગળ લખ્યું કે જ્યારે આપણે ચાનો આનંદ લઈ રહ્યા હોઈશું, ત્યારે હું તમને દરેકને સારી ચા પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા વિશે પણ જણાવીશ, તેમાં કોઈપણ સવાલ કર્યા વગર ચાને બદલી આપવાની અમારી નીતિનો પણ સમાવેશ થાય છે.

નીતિન આગળ કહે છે કે, આ વખતે તમારી ચામાં કંઈક ખોટું થયું છે. તેથી જ હું તમને ચા માટે આમંત્રિત કરું છું. જેથી તમે અમારી ચા વિશે તમારો અભિપ્રાય બદલી શકો.

સિમોન વોંગની પોસ્ટ પર ઘણા યુઝર્સે પોતાનો અભિપ્રાય પણ આપ્યો. લોકોએ તેને ચા માટે બીજી કેટલીક જગ્યાઓ પણ કહી. એક યુઝરે લખ્યું, 'વધુ મોંઘી વસ્તુઓનો સ્વાદ હંમેશા સારો નથી હોતો. આગલી વખતે, જ્યાં તમે વધુ લોકોને જોશો ત્યાં જાવ.'

CA આકાશ નામના યુઝરે લખ્યું, 'ચાયોસ માટે રૂ. 169 બરાબર છે, કારણ કે તેનું આઉટલેટ ઘણું સારું છે. છેલ્લી વખત જ્યારે હું ત્યાં ગયો હતો ત્યારે આદુની ચા એકદમ સ્વાદિષ્ટ હતી.'

આ સિવાય એવા ઘણા યુઝર્સ હતા જેમણે કહ્યું કે, વોંગ રૂ. 169માં ચાની ટપરી પરથી ઘણા કપ ચા પી શક્યા હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp