10 વર્ષની ઉંમરમાં આ જાણીતી ગાયિકા બની હતી જાતીય શોષણની શિકાર

PC: Indiatvnews.com

સલમાન ખાનની ફિલ્મ ‘સુલ્તાન’મા ‘જગ ઘૂમયા’ જેવુ પાવરફૂલ સોંગ ગઈ ચૂકેલી નેહા ભસીને પોતાની સાથે થયેલા સેક્સુઅલ હેરેસમેન્ટનો ખુલાસો કર્યો છે. કોઈ પણ જિંદગીમાં યૌન શોષણનો સામનો કરવો એક ખૂબ જ મોટું ટ્રોમા હોય છે. ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનારી સિંગર નેહા ભસીને પોતાની સાથે થયેલા ઉત્પીડનનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે, કઈ રીતે 10 વર્ષની ઉંમરમાં કોઈએ તેની સાથે ગેરવર્તુણક કરી હતી. IANS એજન્સી સાથે વાતચીત કરતાં નેહા ભસીને કહ્યું હતું કે, ‘હું 10 વર્ષની હતી ત્યારે હું હરિદ્વાર ગઈ હતી, તે ભારતના સૌથી ધાર્મિક સ્થળોમાંથી એક છે. મારી મા મારાથી થોડે દૂર ઊભી હતી. અચાનક એક વ્યક્તિ આવી અને મને તેણે પાછળથી હાથ લગાવ્યો. હું હેરાન રહી ગઈ હતી. હું બસ ત્યાંથી ભાગી ગઈ. પછી તેનાથી થોડા વર્ષ બાદ એક વ્યક્તિએ એક હોલમાં મને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.

નેહા ભસીને આગળ કહ્યું કે, ‘મને આજે પણ એ ઘટના યાદ છે. હું સમજતી હતી કે, એ મારી ભૂલ છે કે મારી સાથે થયું. હવે લોકો સોશિયલ મીડિયા પર આવીને માનસિક, શારીરિક, ભાવાત્મક અને આધ્યાત્મિક રૂપે શોષણ કરે છે. હું તેને ચહેરા વિનાનો આતંકવાદ સમજુ છું. એ સિવાય નેહા ભસીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવાની બાબતે પણ વાત કરી હતી. નેહા ભસીને K-Pop બેન્ડ BTSના ફેન્સ દ્વારા ટ્રોલિંગનો સામનો કર્યો હતો. તેણે આ બાબતે કહ્યું કે, આ બધુ શરૂં થયું ત્યારે હું ટ્રોલ થવાની શરૂ થઈ ગઈ હતી. રેપની ધમકીથી લઈને જીવથી મારવાની ધમકી સુધી મેં બધુ જ જોઈ લીધું છે. હું ચૂપ નથી બેસતી. મેં પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવી હતી.’

તમને જણાવી દઈએ કે, નેહા ભસીનને પોતાની નીડરતા અને સિંગિંગ સ્ટાઈલ માટે ઓળખવામાં આવે છે. તેણે ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘ટાઈગર જિંદા હૈ’, ‘કાલાકાંડી’, ‘ફોર્સ’ અને ‘ભારત’ જેવી ફિલ્મો માટે ગીત ગાયા છે. એ સિવાય નેહા ભસીનને તેના સિંગલ્સ અને આલ્બમના ગીતો માટે પણ પસંદ કરવામાં આવે છે. આ રીતેના અનુભવોને લઈને નેહાએ એક નવું સોંગ ‘કેન્દે રહેદે’ જાહેર કર્યું છે, જે સાઇબર બુલિંગ વિરુદ્ધ છે. આ ગીતમાં મહિલાઓ પ્રત્યે ખોટો વ્યવહાર, સાઇબર બુલિંગ અને સમાજમાં મહિલાઓની ખરાબ સ્થિતિઓ પર ફોકસ કર્યુ છે. નેહાનું કહેવું છે કે લોકોએ ખોટી રીતોને સહન ન કરવી જોઈએ. લોકોએ ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. નજરઅંદાજ ન કરો, અવાજ ઉઠાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp