કર્ણાટકના આફટર શોક: બિહાર, ગોવા, મણિપુર, મેઘાલયમાં કરાશે સરકાર રચવાનો દાવો

PC: NewsNation.com

કર્ણાટકમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ભાજપને રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરકાર રચવાનું આમંત્રણ આપતા તેના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યા છે. ખાસ કરીને બિહાર, ગોવા, મેઘાલય અને મણિપુરમાં સૌથી મોટા પક્ષોએ સરકાર રચવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. 

બિહારની વાત કરીએ તો બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સૌથી મોટા પક્ષ તરીકે બિહારમાં અસ્તિત્વ ધરાવે છે.

બિહારમાં આરજેડીના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વાર વિધાનસભામાં પોતાના ધારાસભ્યોની પરેડ કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. બિહારમાં આરજેડી પાસે 80 સીટ છે અને હાલમાં પણ તે સૌથી મોટી પાર્ટી છે. તેજસ્વી યાદવે કહ્યું કે અમે કર્ણાટકની જેમ જ બિહારમાં પણ સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપવામાં આવે તેના માટે રાજ્યપાલને મળીશું અને કર્ણાટકના રાજ્યપાલ વિરોધમાં ધરણા પર બેસવાનો કાર્યક્રમ આપીશું.

બીજી તરફ ગોવામાં પણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. ગોવામાં કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે. કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો છે અને હવે કોંગ્રે ગોવામાં સરકાર રચવા માટે રાજ્યપાલને મળીને દાવો રજૂ કરશે.

જ્યારે મણિપુરના પૂર્વ સીએમ ઓકરામ આઈબોબી અને મેઘાલયના પૂર્વ સીએમ મુકુલ સંગમા પણ આવતીકાલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરનાર છે.
કર્ણાટકની થિયરી પર સૌથી મોટા પક્ષને સરકાર રચવા માટે આ તમામ રાજ્યોની મોટી પાર્ટીએ રાજ્યપાલો સમક્ષ દાવો રજૂ કરશે અને વર્તમાન સરકારને બરખાસ્ત કરવાની માંગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp