કોલેજ સામે બસે બાઈકને ટક્કર મારી ઘસડી જતા બહેન-ભાઈનું મોત, બહેનને પરીક્ષામાં...

PC: patrika.com

જોધપુરમાં પરીક્ષા કેન્દ્રની બહાર એક ખાનગી બસે બાઇક સવાર ભાઈ અને બહેનને કચડી નાખ્યા હતા. બસ બંનેને બાઇક સાથે 500 મીટર સુધી ખેંચી ગઇ હતી. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત ગુરુવારે બપોરે 3 વાગ્યે કરવડ વિસ્તારમાં થયો હતો. 

ACP મંડોર રાજેન્દ્ર દિવાકરે જણાવ્યું કે, બાવડી ગામના તરડોં કી ધાની નિવાસી નિંબારામ (22) પુત્ર રાજુરામ તેની નાની બહેન મમતા (20) સાથે બાઇક પર બાવડી કોલેજ છોડવા જઈ રહ્યો હતો. મમતાની તે દિવસે BA પ્રથમ વર્ષની ઈતિહાસની પરીક્ષાનું પેપર હતું. 

ગામની બહાર નીકળીને નેશનલ હાઈવે-62 પર ચડી જઈ અને કોલેજ તરફ તેઓ ચાલવા લાગ્યા હતા. આ દરમિયાન કોલેજ પાસે, પાછળથી આવતી ખાનગી બસે બાઇકને ટક્કર મારી હતી. નિંબારામ અને મમતા બાઇક સાથે બસની નીચે ફસાઈ ગયા. બંનેના કપડાં બસના ટાયરમાં ફસાઈ ગયા, બસ તેમને કચડીને 500 મીટર સુધી ખેંચી ગઈ. આ પછી ડ્રાઈવરે બસ રોકી હતી. અત્યાર સુધી ખેંચાઈ જવાના કારણે બંનેના મૃતદેહ રોડ પર ખરાબ રીતે કચડાઈ ગયા હતા. મૃતદેહના ટુકડા રોડ પર ચોંટી ગયા હતા. 

ACPએ જણાવ્યું કે, ખાનગી બસ જોધપુરથી ભોજરા જઈ રહી હતી. નેતડા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતા જ ગ્રામજનો અને સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી બસ લઈને ફરાર થઈ ગયો હતો. તેણે બાવડી પોલીસ સ્ટેશનની સામે બસને લાવીને ઉભી રાખી દીધી હતી. પરીક્ષાનો સમય હોવાને કારણે કોલેજમાં ભારે ભીડ હતી. આવી સ્થિતિમાં સ્થળ પર એકઠા થયેલા લોકોએ તાત્કાલિક કરવડ પોલીસને જાણ કરી હતી. 

પોલીસે ગ્રામજનોની મદદથી રસ્તા પર વિખેરાયેલા અને ક્ષતવિક્ષત થઇ ગયેલા વિકૃત મૃતદેહોને બહાર કાઢીને ખાનગી વાહનોમાં બાવડી હોસ્પિટલ જવા માટે મોકલી આપ્યા હતા.

પરીક્ષા આપવા ગયેલા ભાઇબહેનના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારમાં હોબાળો મચી ગયો,  પિતા-માતાની હાલત કફોડી થઈ ગઈ. આખા ગામમાં સન્નાટો પથરાઈ ગયો હતો. જ્યારે પોલીસ મૃતદેહ લઈને ઘરે પહોંચી ત્યારે આખો વિસ્તાર એકત્ર થઈ ગયો હતો. એક જ ચિતા પર બહેન અને ભાઈને વિદાય આપવાની તૈયારીઓ ચાલી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp