જમ્મુ કાશ્મીરમાં એક જ દિવસે સેનાએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા, 1 જવાન શહીદ

PC: livefistdefence.com

જમ્મુ કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં ગુરૂવારે સુરક્ષા બળોએ અલગ અલગ અથડામણોમાં 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણો દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો અને એક નાગરિકનું પણ મોત થયું છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા બળોએ વિશ્વસનીય. સૂચનાના આધારે સવારે પુલવામા જિલ્લામાં ડેલીપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરીને રિસર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા બળો  દ્વારા પુલવામામાં એક ઘરમાં અને તેમની આસપાસના નાગરિકોને બહાર કાઢી રહ્યાં હતા. સેનાને બાતમી મળી હતી કે અહીં એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા છે.  ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ  અંધાધુંધ ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આ દરમિયાન સેનાના એક જવાન સંદીપ શહીદ થયાં હતા અને એક નાગરિક રઇસ ડારનું મોત થયું હતું. સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પ્રવક્તા પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓની લાશો જપ્ત કરવામાં આવી છે. ગુરૂવારે થયેલા આ અથડામણ બાદ સેનાએ ઘેરાબંધી જાળવી રાખી છે અને સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

આ ઉપરાંત એક અન્ય ગુપ્ત સુચનાના આધારે સુરક્ષા બળોએ શોપિયાના હંદેવ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ વિષયે પોલીસના પ્રવક્તાએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં સેનાનો એક જવાન રોહિત ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે સુરક્ષા બળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp