માતાના લમણે પિસ્તોલ મૂકી દીકરાએ માગ્યા રૂ. 1 લાખ

PC: newsindialive.in

હરિયાણા સ્થિત પલવલના ચિલ્લી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુત્રની તેની વિધવા માતાના લમણાં પર પિસ્તોલ રાખીને 1 લાખ રૂપિયાની માંગણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, જ્યારે તેણે કહ્યું કે તેની પાસે પૈસા નથી તો, પુત્રએ તેને પિસ્તોલ બતાવીને મારી નાખવાની ધમકી આપી. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે. હાલ ઉટાવડ઼ પોલીસ મથકના તપાસકર્તા અધિકારીઓએ આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પીડિત મહિલા અસરીની ફરિયાદ મુજબ, રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તેના મોટા પુત્ર મુસ્તકીમે એક લાખ રૂપિયાની માંગણી કરી અને જ્યારે તેણે પુત્રને કહ્યું કે, તેની પાસે પૈસા નથી, જેમ તેમ કરીને પરિવારનું ભરણ પોષણ કરું છું, ત્યારે તેણે તેને બંદૂક બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાના જણાવ્યા અનુસાર આ દરમિયાન પુત્રના બીજા હાથમાં છરી હતી. જો કે, ત્યાર પછી મોકો જોઈને તેણે જોર જોરથી બૂમ બરાડા પાડ્યા, ત્યારે આસપાસના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. લોકોને આવતા જોઈ પુત્ર સ્થળ પરથી ભાગી ગયો હતો.

આ પછી, માતા આની ફરિયાદ લઈને ઉટાવડ઼ પોલીસ સ્ટેશને ગઈ હતી, અને તેની ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદ પર, રવિવારે ઉટાવડ઼ પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર વિરુદ્ધ IPC કલમ 384/511 (ખંડણી) અને આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, ત્યાર પછી એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી, જેણે થોડા કલાકોમાં જ આરોપીને પકડી લીધો હતો.

ઉટાવડ઼ પોલીસ સ્ટેશનના SHO ટેક સિંહે કહ્યું, અમે આરોપીની મોડી રાત્રે ઉટાવડ઼ ચોકથી ધરપકડ કરી છે. તેના કબજામાંથી અમને એક ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે. તેને શહેરની કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. ફરિયાદી અસરીના પતિનું અવસાન થયું છે. તે મજૂરી કરીને પોતાના બાળકોનું અને પરિવારનું ભરણ પોષણ કરે છે.

પલવલ પોલીસે પણ ટ્વિટર પર તેની સાથે બનેલી ઘટનાની જાણકારી આપી હતી. તેણે લખ્યું, 'SP લોકેન્દ્ર સિંહના નિર્દેશન હેઠળ, ઉટાવડ઼ પોલીસ સ્ટેશનની પોલીસે પોતાની માતાના લમણે દેશી પિસ્તોલ રાખીને 1 લાખની માંગણી કરનાર આરોપી પુત્રને થોડા કલાકોમાં જ પકડી લીધો હતો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp