મોદી સરકાર દગો અને ધમકી આપીને કામ કરે છેઃ સોનિયા ગાંધી

PC: twitter.com/INCIndia

સંસદમાં રાફેલ ડીલ પર કેગની રિપોર્ટ રજૂ થયા પહેલા UPA અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું હતું કે, લોકોને ગુમરાહ કરવા અને ડરાવવા મોદી સરકારની શાસન ચલાવવાની પદ્ધતિ છે. બુધવારના રોજ કોંગ્રેસ પાર્ટીની સંસદીય દળની જનરલ બોડી બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ પાર્ટીની અન્ય સિનિયર લીડર પણ હાજર રહ્યા હતા.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકારે સત્ય અને પારદર્શિતાને સંપૂર્ણ રીતે અવગણ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા અને સામાજિક સ્થિતિ ખૂબ કઠોર રહી છે.  મોદી સરકારમાં લોકતાંત્રિક ગણરાજ્યના પાયા પર ખતરો  ઉભો થયો છે. દેશમાં લોકતાંત્રિક ઢાંચા પર સુનિયોજિત હુમલો થઇ રહ્યો છે. આજે દેશમાં સામાજિક તણાવ ચરમ પર છે. દેશની સંસ્થાઓ પર ભારે દબાણ છે અને તેના મૂલ્યોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યો છે. રાજનૈતિક અસહમતિ રાખનારાને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે.

બેરોજગાર યુવાનો અંગે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, યુવાનોને રોજગારને લઇને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં નોકરીઓ જઇ રહી છે. આવું પહેલા ક્યારેય નથી થયું. તેમણે પોતાની પાર્ટીના સાંસદોને કહ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં તમારી જીતની આશા રાખું છું, તમારે બધાને જીતીને પાછું આવવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp