ઘાટીમાં હાઈએલર્ટ, અવંતીપોરા અને શ્રીનગર એરબેઝને નિશાનો બનાવી શકે છે આતંકી

PC: zeenews.com

જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર આતંકી હુમલા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાજા ઈન્ટેલિજન્ટ ઈનપુર અનુસાર, આતંકી સતત ઘાટીમાં દહેશત ફેલાવવાના પોતાના ઈરાદાઓને સફળ કરવામાં વ્યસ્ત છે. આ વખતે તેમનો નિશાનો શ્રીનગર અને અવંતીપોરા એરબેઝ હોઈ શકે છે. આ જોખમને જોતા સમગ્ર ઘાટીમાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

સરકારના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લાં ઘણા દિવસોથી આતંકી ઘાટીમાં હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. ઈનપુટ અનુસાર, આતંકીઓના નિશાના પર વાયુસેનાના એરબેઝ છે, જેને કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સુરક્ષાને લઈને કોઈપણ લાપરવાહી વર્તવામાં નથી આવી રહી.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં કેટલાક દિવસોમાં આતંકીઓની સાથે મુઠભેડની સંખ્યા વધી છે, એવામાં જોખમ માત્ર સરહદવાળા આતંકીઓથી જ નહીં પરંતુ ઘાટીમાં રહેલા આતંકીઓથી પણ છે. ગુરુવારે જ પુલવામામાં એક ભીષણ મુઠભેડ થઈ હતી, જેમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કાશ્મીરમાં સુરક્ષાદળ આતંકીઓના ખાત્મા માટે પહેલાથી ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યા છે, જે અંતર્ગત આ જ વર્ષે સેંકડો આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp