ટોયલેટમાં સેનેટરી પેડ કોણે ફેક્યું એ જાણવા વોર્ડને ઉતરાવ્યા વિદ્યાર્થીનીઓના કપડા

PC: ANI

પંજાબના ભઠિંડામાં યુવતીઓ સાથે એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. પંજાબના ભઠિંડામાં અકાલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ પોતાની હોસ્ટેલની વોર્ડન વિરુદ્ધ પ્રદર્શન કર્યું. યુનિવર્સિટી કેમ્પમાં આવેલી એક હોસ્ટેલની વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે ટોયલેટમાં સેનેટરી પેડ કોણે ફેંક્યું, તે જાણવા માટે તમામ વિદ્યાર્થીનીઓના જબરદસ્તી કપડાં ઉતારવામાં આવ્યા. હોસ્ટેલની વિદ્યાર્થીનીઓના વોર્ડન દ્વારા કપડાં ઉતારવાને લઈને સ્ટુડન્ટ્સે મંગળવારે પ્રદર્શન કર્યું હતું. મામલો આગળ વધતો દેખાતા યુનિવર્સિટી પ્રસાશને વોર્ડનને ટર્મિનેટ કરી દીધી.

મળતી માહિતી અનુસાર, અકાલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ આ નિંદનીય અને શરમજનક ઘટના વિરુદ્ધ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું. પ્રશાસને વિદ્યાર્થીનીઓનો ગુસ્સો અને પ્રદર્શન જોતા ડ્યૂટીમાં લાપરવાહીના આરોપમાં બે સુરક્ષાકર્મીઓ અને વોર્ડનને ટર્મિનેટ કરી દીધા.

પંજાબમાં આ પહેલો મામલો નથી, આ અગાઉ પણ પંજાબના ફાજિલ્કા જિલ્લામાં એક સરકારી બાલિકા વિદ્યાલયમાં શૌચાલયની અંદર ફેંકવામાં આવેલું સેનેટરી પેડ મળ્યા બાદ શિક્ષિકાઓએ એ ચેક કરવા માટે કેટલીક વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારાવ્યા હતા કે તેમાંથી કોઈકે સેનેટરી પેડ પહેર્યું છે. એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓ રડતા-રડતા ફરિયાદ કરી રહી હતી કે ત્રણ દિવસ પહેલા કુંડલ ગામમાં એક વિદ્યાલય પરિસરમાં શિક્ષિકાઓએ તેમને નિર્વસ્ત્ર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp