26th January selfie contest

અચાનક બાજુની સીટ પર આવીને બેસ્યાં રતન ટાટા...અને બદલાઈ ગઈ કિસ્મત

PC: aajtak.in

હેલ્થકેરની પ્રખ્યાત કંપની ChrysCapital માં પાર્ટનર સંજીવ કૌલે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે જોડાયેલી એક ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે કહ્યું કે, કેવી રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ટાટાએ તેમની મદદ કરી હતી. તેમની આ કહાની ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ છે. સંજીવ કૌલ Linkedin પર લખે છે કે, 2004માં તેઓ જેટ એરવેઝની ફ્લાઈટથી મુંબઈથી દિલ્હી જઈ રહ્યા હતા. તે પોતાના નવા સ્ટાર્ટઅપ માટે રોકાણકારની શોધમાં હતા, આ જ કારણે તેઓ, એ દિવસે મુંબઈમાં એક મોટી કંપની સાથે ફંડીંગ માટે મળવા ગયા હતા, પણ મીટિંગ સારી ન થવાના કારણે તેઓ નિરાશ હતા.

એક બાજુ પ્લેનમાં યાત્રીઓ ચઢવાના શરૂ થયા હતા અને બીજી બાજુ સંજીવ કૌલ નિરાશ થઈને લેપટોપમાં પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન (PPT)ને જોઈ રહ્યા હતા, તેઓ જોઈ રહ્યા હતા કે, તેમનાથી ભૂલ શું થઇ છે? આ દરમિયાન પ્લેનમાં શાંતિ ફેલાઈ જાય છે, જ્યારે સંજીવ કૌલ નજર ઉઠાવીને જુએ છે, તો ટાટા ગ્રુપના માલિક રતન ટાટા તેમની બાજુની સીટ પર બેઠેલા હતા. સંજીવ હેરાન હતા કે, આટલી મહાન વ્યક્તિ તેની પાસે બેઠી છે. જોકે, થોડાં સમય પછી તેઓ ફરીથી પોતાના પીપીટી પર ધ્યાન આપે છે.

અત્યાર સુધી સંજીવ કૌલ અને રતન ટાટાની કોઈ વાતચીત થઇ ન હતી, ત્યારે જ ભૂલથી સંજીવે પોતાની ટાઈ પર જ્યૂસ પાડી લીધું. આ જોઇને રતન ટાટાએ તરત જ નેપકિનથી જ્યૂસને સાફ કરવામાં સંજીવની મદદ કરી હતી, ત્યારબાદ સંજીવે તેમને થેંક્યું કહ્યું અને વાતચીત શરૂ થઇ.

સંજીવ કૌલ આગળ લખે છે કે, મારી આંખોમાં નિરાશા હતી, રોકાણ માટે મીટિંગ ખરાબ થવાના કારણે હું નિરાશ હતો, તેવી સ્થિતિમાં જ્યારે રતન ટાટાએ મને નિરાશ જોયો, તો તેમણે કારણ પૂછ્યું. તેના પર સંજીવે કહ્યું કે, ભારત બે સાયન્ટિસ્ટ ગુમાવવા જઈ રહ્યું છે, જે દેશની પ્રથમ Pharmaceutical Research and Development Company બનાવવા ઈચ્છે છે, હવે તે સાયન્ટિસ્ટ પાછો અમેરિકા જવાની તૈયારીમાં છે. કૌલે જણાવ્યું કે, તે 2 સાયન્ટિસ્ટની સાથે મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છતો હતો અને તેના જ ફંડિંગ માટે મુંબઈ આવ્યો હતો, પણ તે પોતાના બધા વિકલ્પો ટ્રાય કરી ચૂક્યો છે, પણ અત્યાર સુધી ફંડિંગ મળ્યું નથી.

સંજીવ કૌલની વાત સાંભળીને રતન ટાટાએ તેને સાંત્વના આપી અને તેનો નંબર માંગ્યો. ટાટાએ કહ્યું કે, જલ્દી જ અમારું ગ્રુપ તમને કોલ કરશે. ફ્લાઈટનો પ્રવાસ પૂરો થયા પછી, તે જ રાતે 9 વાગ્યે સંજીવ કૌલની પાસે ટાટા ગ્રુપના જનરલ મેનેજરનો કોલ આવ્યો. મેનેજરની વાત સાંભળીને સંજીવ દંગ રહી ગયા. ટાટા ગ્રુપના જનરલ મેનેજરે સંજીવને કહ્યું કે, શું તમે તમારા બંને સાયન્ટિસ્ટની સાથે કાલે મિટિંગ માટે મુંબઈ આવી શકો છો, ત્યારબાદ સંજીવ કૌલ મુંબઈ જાય છે, ત્યાં ટાટા બોર્ડની સામે પીપીટી આપે છે, ત્યારબાદ તેને સફળતા મળી જાય છે.

સંજીવ કૌલે રતન ટાટાને દેશભક્ત કહ્યા છે. તેમને કહ્યું કે, દેશભક્ત રતન ટાટાને બ્રેન ડ્રેન રોકવામાં મદદ કરી. સંજીવ પોસ્ટની શરૂઆતમાં જ કહે છે કે, દરેક રતન ટાટા, ધ લીજેન્ડ વિશે વાત કરે છે, હું રતન ટાટા ધ પેટ્રિઅટ વિશે વાત કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp