શિંદેના સમર્થનમાં 34 MLAએ ડે. સ્પીકરને મોકલી ચિટ્ઠી, કહ્યું- અમે એકનાથની સાથે

PC: ahmedabadmirror.com

મહારાષ્ટ્રના રાજકારણમાં એક ભૂકંપ આવી ગયો છે. મહાવિકાસ અઘાડી સરકાર માટે સત્તામાં બન્યા રહેવાનો પડકાર ઊભો થઈ ગયો છે. બીજી તરફ બળવો કરી રહેલા શિવસેનાના નેતા એકનાથ શિંદે તરફથી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તેમનું સમર્થન કરનારા તમામ ધારાસભ્ય પણ મહારાષ્ટ્ર વિધાનસભાનો હિસ્સો છે. અમે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય છીએ અને શિવસેનાનો હિસ્સો છીએ. અમારા બધા તરફથી એકનાથ શિંદેને 31 ઓક્ટોબર, 2019ના રોજ શિવસેનાના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.

પત્રમાં એ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે, વર્ષ 2019માં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ ત્યારબાદ સત્તા માટે પોતાના વિચારો સાથે સમજૂતી કરવામાં આવી અને NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેવામાં આવી. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ એક નિર્ણયથી પાર્ટીના ઘણા કાર્યકર્તા અને નેતા અસહજ હતા. બળવો કરનારા ધારાસભ્યોના જણાવ્યા મુજબ, શિવસેના મરાઠી લોકોના હક માટે લડવા માટે બનાવવામાં આવી હતી.

બાલાસાહેબ ઠાકરે ઇચ્છતા હતા કે મહારાષ્ટ્રને હંમેશાં એક ઈમાનદાર સરકાર આપવામાં આવે. તેઓ હંમેશાં ભાર આપતા હતા કે, હિન્દુત્વની રાજનીતિ સાથે સમજૂતી ન કરવામાં આવે, પરંતુ હવે એ જ શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. સરકાર બનાવ્યા બાદ નવાબ મલિક અને અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. આ બધા કારણે પાર્ટીએ જનતા સાથે સાથે વિપક્ષના પણ મુશ્કેલ સવાલોનો સામનો કરવો પડ્યો. પત્રના અંતમાં બળવો કરનારા ધારાસભ્યો તરફથી બે પહેલું સ્પષ્ટ કરી દેવામાં આવ્યા.

પહેલું તો એકનાથ શિંદે જ મહારાષ્ટ્ર શિવસેના ધારાસભ્યના નેતા રહેવાના છે અને બીજું એ કે શિવસેના વિધાનમંડળના મુખ્ય પ્રતિનિધિ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચીફ વ્હીપ રહેવાના છે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે, સુરેશ પ્રભુએ જે વ્હીપ જાહેર કર્યું છે તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને કાયદામાં તેનું મહત્ત્વ નથી. શિવસેનામાંથી બળવો કરનારા એકનાથ શિંદેના પક્ષે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને 34 ધારાસભ્યોની સહીવાળો પત્ર લખ્યો છે જેમાં એકનાથ શિંદેને નેતા પસંદ કરવાની વાત કહી છે. તેમાં 30 ધારાસભ્ય શિવસેના અને 4 અપક્ષ ધારાસભ્યના હસ્તાક્ષર છે. આ 4 અપક્ષ ધારાસભ્યોમાં બચ્ચૂ કડુ, રાજકુમાર પટેલ, રાજેન્દ્ર યાદવકરી અને નરેન્દ્ર ભોન્ડેકર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp