105 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે ચિદમ્બરમ, આ છે બહાર રહેવાની શરતો

PC: news18.com

INX મીડિયા કેસમાં અરેસ્ટ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી અંગે નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધી છે. કોર્ટે તેમને શરતોની સાથે જામીન આપી છે. તેમનો પાસપોર્ટ જપ્ત જ રહેશે. જેથી તેઓ દેશ છોડીને જઈ શકે નહિ.

કોર્ટે કહ્યું છે કે, જેલથી બહાર આવ્યા બાદ તેઓ મીડિયા જોડે વાત કરશે નહિ. પ્રેસ ઈન્ટરવ્યૂ અને મીડિયામાં નિવેદનો આપવા પર રોક લગાવવામાં આવી છે. ચિદમ્બરમને બે લાખના બોન્ડ અને 2 લાખના વળતર પેટે જામીન આપવામાં આવી છે.

ચૂકાદો સંભળાવતા કોર્ટે કહ્યું, ગુનાની ગંભીરતાને જોઈને દરેક મામલાના તથ્યો અને પરિસ્થિતિને જોવી પડે છે. આર્થિક ગુનો એ ગંભીર ગુનો છે. અદાલતોએ મામલાની પ્રકૃતિ પ્રત્યે ગંભીર અને સંવેદનશીલ રહેવું પડશે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આપવામાં આવેલી શરતોમાંથી એક છે નિર્ધારિત સજા. આ એવો નિયમ નથી કે દરેક મામલામાં જામીનની ના પાડવામાં આવે.

દિલ્હી HCએ ગુનાની ગંભીરતાથી સંબંધિત જામીનને સાચી કહી હતી. જોકે, અમે મામાલાની મેરિચ પર દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણીઓનો અસ્વીકાર કરીએ છે. હાલની પરિસ્થિતિઓમાં અમે સીલબંધ કવર દસ્તાવેજોને ખોલવાની રુચિ રાખતા નથી. પણ જ્યારે તેને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ખોલવામાં આવ્યા હતા ત્યારે અમે આ કવરોની સૂચના અંગે જાણકારી લઈ લીધી હતી. પહેલા જામીન માટે ના પાડી દેવામાં આવી હતી. અને અપીલ કરનાર 40 દિવસો માટે પૂછપરછ માટે અવેલેબલ હતા.

મની લોન્ડ્રિંગના આરોપમાં ચિદમ્બરમની 5 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પણ હવે તેમને જામીન મળી ચૂકી છે. માટે તેઓ જેલથી બહાર આવશે. જજોની ત્રણ બેંચે આ ચૂકાદો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp