દુનિયાના સૌથી ઉંચા ‘ખારડુંગ લા પાસ’ ખાતે સુરતની બહેનો કરશે ધ્વજારોહણ

13 Aug, 2017
08:00 AM
PC: khabarchhe.com

તિરંગા યાત્રા નિમિત્તે બાઇક રેલી કાઢી સુરતની બાઇકર્સ ક્લબની 45 મહિલાઓ સુરતથી લેહ પહોંચશે, દુનિયાના સૌથી ઉંચા સ્થળ પર 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરશે. ધ્વજારોહણ કાર્યક્રમ બાદ બપોરે 2 કલાકે લેહ ગેટથી ચોગલામસર ચોક સુધી યોજવામાં આવેલી તિરંગા યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયા 13થી 16 ઓગસ્ટ દરમ્યાન જમ્મુ કાશ્મીરના પ્રવાસે જનાર છે.

15 ઓગસ્ટના રોજ સવારે 9.15 કલાકે 71માં સ્વાતંત્રદિન નિમિત્તે દુનિયાના સૌથી ઉંચા પાસ ‘ખારડુંગ લા પાસ’ ખાતે 17852 ફુટની ઉંચાઇએ ધ્વજારોહણ કરી આમંત્રિત મહેમાનો અને નાગરિકોને સંબોધિત કરશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: