અવિમુક્તેશ્વરાનંદનો ધીરેન્દ્રશાસ્ત્રીને પડકાર-જોશીમઠની ધસી રહેલી જમીન રોકી બતાવો

PC: jagran.com

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જ્યાં એક તરફ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, તો ઘણા નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન પણ કર્યું છે. આ દરમિયાન જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી જોશીમઠમાં આવીને ધસી રહેલી જમીનને રોકીને બતાવે, પછી ચમત્કાર માનીશ. તેમણે કહ્યું કે, ચમત્કાર જનતા માટે થવો જોઈએ, તો જય-જયકાર કરીશું.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો પડકાર

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, મનનું બોલવા માટે કોઈ સંત અધિકૃત નથી. અમે પણ નથી. તમારી પાસે જો અલૌકિક શક્તિઓ આવી ગઈ છે તો તેનાથી ધર્મ પરિવર્તન રોકી દો, ઘરોના ઝઘડાઓમાં સુધાર લાવી દો, આત્મહત્યા રોકી દો, શાંતિ સ્થાપિત કરી દો, તો અમે ચમત્કાર માનીશું. આપણા મઠમાં જે તિરાડો આવી ગઈ છે, તેને ઠીક કરી દો.

ચમત્કાર પર ઉઠાવ્યા સવાલ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, જે ચમત્કારો થઈ રહ્યા છે, જો જનતા માટે તેનો ઉપયોગ થાય તો જય જયકાર કરીશું, નમસ્કાર કરીશું, નહીં તો આ છેતરપિંડી છે. કોઈનું ભવિષ્ય જ્યોતિષશાસ્ત્ર મુજબ, ફલાદેશ થાય છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે જો તેઓ કહી રહ્યા છે અને શાસ્ત્રની કસોટી પર તેનુ પરીક્ષણ કરવામાં આવે છે તો અમે તેને માન્યતા આપીએ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં ઉતર્યા નેતા

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ વિવાદોમાં આવ્યા બાદ ઘણી રાજનીતિક પાર્ટીઓના ઘણા નેતાઓએ તેમના સમર્થનનું એલાન કર્યું છે. કૈલાશ વિજયવર્ગીય, ગિરિરાજ સિંહ, મનોજ તિવારી અને કપિલ મિશ્રા બાગેશ્વર ધામ પીઠીધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી ગયા છે.

આ સિવાય ઘણા હિન્દુ સંગઠનો આજે દિલ્હીમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં ધરણાં પણ કરશે. અગાઉ આ ધરણા જંતર-મંતર પર થવાના હતી. પરંતુ હવે સુરક્ષાના કારણોસર ધરણાંનું સ્થળ બદલી નાખવામાં આવ્યું છે. આ ધરણા હવે દિલ્હીના રોહિણીમાં આજે યોજાશે.

અહીં તમને જણાવી દઈએ કે, જોશીમઠમાં જમીન ધસવાની ઘટનાને કારણે તિરાડો પડનારી ઇમારતોની સંખ્યા હવે વધીને 863 થઈ ગઈ છે. ઇમારતો, રસ્તાઓ અને સાર્વજનિક સુવિધાઓમાં દેખાઈ રહેલી તિરાડોને કારણે જોશીમઠ સંકટમાં દેખાઈ રહ્યું છે. ભીષણ ઠંડી અને પડી રહેલા બરફને કારણે અસરગ્રસ્ત પરિવારોએ અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp