સરકારે કહ્યું- રાજ્યમાં ક્યાંય નથી વેચાતું ગુટખા, ચીફ જસ્ટિસે મંગાવીને દેખાડ્યું

PC: static.toiimg.com

ઝારખંડ રાજ્ય સરકારે રાજ્યમાં પાન-મસાલાની 11 બ્રાંડના ઉત્પાદન, સ્ટોરેજ તથા વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં રાજ્યમાં દરેક જગ્યાએ ગુટખાનું વગર રોકટોકથી વેચાણ થઈ રહ્યું છે. પ્રતિબંધ હોવા છતા થઈ રહેલા વેચાણને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. શુક્રવારે થયેલી એક કેસની સુનાવણીમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ છે.

ગુટખાનું કોઈ વેચાણ પ્રકારે વેચાણ થઈ રહ્યું નથી. મોટી માત્રામાં ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પણ ક્યાંય વેચાતું નથી. રાજ્ય સરકારની આ દલીલ બાદ ચીફ જસ્ટિસે પોતાના એક કર્મચારીને ગુટખા લાવવા માટે કહ્યું હતું. દસ મિનિટમાં કર્મચારી ગુટખાની પાંચથી છ બ્રાંડને લઈને કોર્ટેમાં આવ્યો હતો. ત્યાર બાદ ચીફ જસ્ટિસે કહ્યું કે, જો પ્રતિંબધ હોય તો આ ક્યાંથી આવી રહ્યું છે? કોર્ટે સરકારને કહ્યું કે, કાર્યવાહી માત્ર કાગળ પર ન કરો, હવે પછીની તારીખમાં કોર્ટમાં આવીને સ્પષ્ટ કરો કે રાજ્યમાં ગુટખાનું વેચાણ સંપૂર્ણ પણે બંધ છે. કોર્ટે ઉચ્ચ અધિકારીઓને પણ આદેશ આપ્યા કે, હવે પછીની સુનાવણીમાં રાજ્ય સરકાર આ કેસમાં પોતાનું સોગંદનામું ફાઈલ કરે. ઝારખંડ રાજ્ય સરકારનો આદેશ છે કે, રાજ્યમાં પાન મસાલા, હુક્કો તથા સોપારી-તંબાકુ સહિતના ઉત્પાદ તથા વેચાણ પ્રતિબંધિત છે. રાજ્યના તમામ સરકારી, બિનસરકારી કાર્યલય, આરોગ્ય સેવા સંસ્થા, શિક્ષણ સંસ્થા, પોલીસ સ્ટેશન સહિત સાર્વજનિક સ્થાન તંબાકું મુક્ત જાહેર કરાયા છે. 24 જિલ્લાઓમાં તંબાકુ ખાઈને થૂંકવા પર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. તંબાકુ કે સોપારી ખાઈને થૂંકવા પર કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ તોળાય રહ્યું છે.

હાઈકોર્ટે સરકારને કહ્યું કે, આ મામલે કડક અમલીકરણ કરવામાં આવે. ગુટખા તથા આવી વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. ફરિયાદ ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ આ મામલે એક PIL હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જેના પર કોર્ટે સુનાવણી કરી હતી. આ ઝાટકણી કાઢ્યા બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તથા સચીવે આ મામલે કડક વલણ અપનાવવા માટે આદેશ જાહેર કર્યા હતા. રાજ્ય સરકાર સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે, આ કેસમાં યોગ્ય તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં યોગ્ય તપાસ કરીને જપ્તીના આદેશ આપવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp