જાલિમ તાલીબાનીઓનું નવું ફરમાન, રેસ્ટોરાંમાં મહિલા-પુરુષ સાથે નહીં બેસી શકે

PC: businesspostbd.com

તાલીબાની રાજે અફઘાનિસ્તાનની સુરત બદલી નાખી છે. અનેક પ્રતિબંધોનો સામનો કરી રહેલી તાલીબાની મહિલાઓને હવે રેસ્ટોરાંમાં જવા ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. તાલીબાનની રેસ્ટોરાંમાં મહિલા-પુરુષોને એક સાથે બેસવા ઉપર રોક લગાવાઈ છે. આતંકવાદી સંગઠને ફરમાન બહાર પાડ્યું છે કે પાર્કમાં મહિલા અને પુરુષ અલગ અલગ દિવસે ફરવા માટે જઈ શકે છે. અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતમાં મહિલાઓને ડ્રાઈવીંગ લાયસન્સ આપવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ તેમના તમામ શરીરને ઢાંકીને રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

ડેઇલીમેલની ખબર મુજબ હેરાતમાં તાલીબાનની જેલ પણ છે જ્યાં મહિલાઓને કોઈ કારણ વગર પુરુષ સાથી સાથે ટેક્ષીમાં બેસવા માટે કોઇપણ કેસ ચલાવ્યા વિના જ કેદ કરી લેવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પણ તેમના સહપાઠી પુરુષ સાથી સાથે ફોટો ખેંચવા માટે પણ સજા કરવામાં આવે છે. તાલીબાની ડિક્સનરીમાં આવા કામો ગુનાની શ્રેણીમાં આવે છે. અફઘાનિસ્તાનમાં જાહેરમાં માનવ અધિકારોનું અને મહિલા અધિકારોનું હનન થઇ રહ્યું છે. તાલીબાની વાયદાઓ આપી ફરી ગયા છે જેમાં તેઓએ તેમના પાછલા કાર્યકાળ દરમ્યાન ઉદારતાથી શાસન કરવાની વાત કરી હતી.



એક તાલીબાની અધિકારીએ નવા આદેશ અંગે પુષ્ટિ કરતા કહ્યું કે મહિલા અને પુરુષને રેસ્ટોરાંમાં અલગ અલગ બેસવા માટે સુચન કરાયું છે. રિયાજુલ્લાહસીરતે  AAFPને જણાવ્યું કે રેસ્ટોરાં માલિકોને મૌખિકરૂપે ચેતવણી આપી દેવામાં આવી છે. ભલે પછી આવનાર ગ્રાહક પતિ-પત્ની હોય તો પણ નિયમ દરેક ઉપર લાગુ કરવામાં આવ્યો છે.

એક અફઘાની મહિલાએ જણાવ્યું કે બુધવારે હેરાત રેસ્ટોરાંમાં મેનેજરે પતિ-પત્ની બંનેને અલગ બેસવા માટે જણાવ્યું હતું. તાલીબાનના આ ફરમાનને રેસ્ટોરાં માલિક પોતાના વ્યાપારના નુકશાન તરીકે જોઈ રહ્યા છે. તાલીબાની અધિકારીએ જણાવ્યું કે તેમની ઓફિસથી બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ હેરાતના પાર્કમાં મહિલા અને પુરુષોને ફરવા માટે અલગ અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. સીરતે જણાવ્યું કે, મહિલાઓ ગુરુવાર, શુક્રવાર અને શનિવારે જ્યારે અન્ય દિવસે પુરુષો ફરવા માટે જઈ શકશે. જો કોઈ મહિલા આ દરમ્યાન એક્સર્સાઇઝ કરવા ઇચ્છતી હોય તો સારું છે કે તેઓ પોતાના ઘરમાં રહી ને જ એક્સર્સાઇઝ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp