861.90 કરોડના ખર્ચે બનશે નવું સંસદ ભવન, જુઓ કોને મળ્યો કોન્ટ્રાક્ટ

PC: indianexpress.com

TATA પ્રોજેક્ટ્સ લિમિટેડ નવા સંસદ ભવનની ઈમારતનું નિર્માણ કરશે. અધિકારીઓએ જાણકારી આપી છે કે, TATA પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચે નવા સંસદ ભવનની ઈમારતના નિર્માણ માટે લગાવવામાં આવેલી બોલી જીતી લીધી છે. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે બુધવારે નવા નિર્માણ માટે નાણાકીય બોલીઓ ખોલ્યા બાદ TATA પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાની બોલી લગાવી, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે 865 કરોડ રૂપિયાના ખર્ચની બોલી લગાવી હતી. નવું સંસદ ભવન, નવી દિલ્હીમાં કેન્દ્રીય વિસ્ટાના પુર્નવિકાસ કરવાની નરેન્દ્ર મોદી સરકારની યોજનાના ભાગની રીતે બનાવાવમાં આવશે. એક રિપોર્ટ અનુસાર, સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયા બાદ નવી ઈમારતનું કામ શરૂ થવાની સંભાવના છે. આ કંપનીઓએ જ બોલીઓ લગાવવા પાત્રતા મેળવી હતી.

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) અનુસાર, નવી ઈમારત સંસદ ભવનની સંપત્તિના પ્લોટ નંબર 118 પર થશે. નવી ઈમારતમાં વધારે સાંસદો માટે જગ્યા હશે. કારણ કે, મર્યાદા બાદ લોકસભાના સભ્યોની સંખ્યા વધી શકે છે. તેમાં લગભગ 1400 સાંસદોની બેસવાની જગ્યા હશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે, ઇમારત સિમેન્ટ અને કોંક્રિટના ઢાંચાવાળી સંરચના હશે. CPWDએ કહ્યું કે, પ્રોજેક્ટના અમલમાં આવ્યા બાદ આખી અવધિ દરમિયાન હાલના સંસદ ભવનમાં કામકાજ ચાલુ રહેશે. એકવાર નવી ઈમારત બની ગયા બાદ હાલના સંસદ ભવન પરિસરનો ઉપયોગ અન્ય ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે.

CPWDએ કહ્યું કે, ‘નવા ભવનના સ્તંભ હાલની ઇમારત જેવા જ હશે, જે જમીનથી લગભગ 1.8 મીટર ઉપર છે. પ્રસ્તાવિત ઇમારતનું કુલ ક્ષેત્રફલ લગભગ 65 હજાર વર્ગ મીટરનું હશે, જેમાં લગભગ 16 હજાર 921 વર્ગ મીટરનો ભૂમિગત વિસ્તાર પણ હશે. ઈમારતમાં ભૂમિગત તળિયા સાથે ભૂતળ સિવાય બીજા બે માળ હશે.’ સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેકટ હેઠળ પ્રધાનમંત્રી આવાસ અને કાર્યાલય સાઉથ બ્લોક પાસે સ્થળાંતર થવાની આશા છે, જ્યારે ઉપ-રાષ્ટ્રપતિનું નવું ઘર નોર્થ બ્લોક નજીક હશે. CPWDએ કહ્યું કે, હાલનું સંસદ ભવન પોતાનું કામ ચાલુ રાખશે અને બીજીતરફ ભવનનું નિર્માણ કાર્ય પણ ચાલુ રહેશે.

આ પહેલા CPWDએ જણાવ્યુ હતું કે, 3 કન્સ્ટ્રક્શન કંપનીઓને સંસદ ભવનની નવી ઇમારત બનાવવા માટે ફાયનાન્શિયલ બિડ જમા કરાવવા માટે યોગ્ય માનવામાં આવી છે. તેમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T), TATA પ્રોજેક્ટ્સ અને શાપુરજી પાલોનજી એન્ડ કંપની સામેલ છે. જોકે TATA પ્રોજેક્ટ્સને હવે તેની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ સંસદ ભવનની નવી ઇમારત બનાવવામાં આવશે. આ ઇમારત સંસદ ભવનની સંપત્તિના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. તે બેઝમેન્ટ મળીને 2 માળની હશે. CPWD અનુસાર, નિર્માણ કાર્ય 21 મહિનામાં પૂરું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp