ઐશ્વર્યા રાય પટના કોર્ટમાં પહોંચી, જજને કહ્યું, સાહેબ 23 હજારમાં ગુજારો થતો નથી

PC: dnaindia.com

લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અને તેમની પત્ની ઐશ્વર્યા રાય વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રાયએ ભરણપોષણ વધારવા માટે પટના હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અંગે કોર્ટે તેજ પ્રતાપને જવાબ આપવા માટે નોટિસ પણ જારી કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ આશુતોષ કુમારની ડિવિઝન બેન્ચે કરી હતી. આગામી સુનાવણી 23 જૂને થશે.

કોર્ટે ઐશ્વર્યાને દર મહિને 23 હજાર રૂપિયાનું ભરણ પોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તે પછી ઐશ્વર્યા આ રકમ વધારવા માંગે છે.

તેજ પ્રતાપના વકીલ જગન્નાથ સિંહે ભાસ્કરને જણાવ્યું, તેજ પ્રતાપ વતી કોર્ટમાં હાજર થયા હતા અને નોટિસ સ્વીકારી. આ ઉપરાંત 23મી જૂને તેમના વતી કોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવશે.

આ પણ એક વિચિત્ર સંયોગ છે કે બંનેએ જે તારીખે લગ્ન કર્યા હતા, એ જ તારીખે ભરણપોષણ વધારવા માટે અરજી કરવામાં આવી હતી. બંનેના લગ્ન 12 મે 2018ના રોજ થયા હતા. ઐશ્વર્યાએ 12મી મે 2022ના રોજ ભરણપોષણ વધારવા માટે અરજી કરી હતી.

મે 2018 માં, ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાયના લગ્ન લાલુ પ્રસાદ યાદવાના પુત્ર તેજ પ્રતાપ યાદવ સાથે ખૂબ જ ધામધૂમથી થયા હતા. જેમાં તમામ મોટા નેતાઓએ હાજરી આપી વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. લગ્નના થોડા મહિના પછી એક દિવસ તેજ પ્રતાપે અચાનક પટનાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. આ સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. તેમના આ નિર્ણયથી રાજકીય ગલિયારાઓમાં હલચલ મચી ગઈ હતી અને લાલુ અને રાબડી માટે ઘણી બદનામી થઈ હતી.

આ દરમ્યાન બંનેએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. ઐશ્વર્યાએ મીડિયા સામે રડીને લાલુ પરિવાર પર અનેક આરોપો લગાવ્યા હતા.

ઐશ્વર્યા રાયે તે વખતે કહ્યુ આરોપ લગાવતા કહ્યુ હતું કે સાસું રાબડી દેવીએ દહેજ માટે ઘણો અત્યાચાર કર્યો હતો. નણંદ પણ મારપીટ કરતી હતી. ઐશ્વર્યાએ રાબડી  દેવી, લાલુની પુત્રી મીસા ભારતી અને તેજ પ્રતાપ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. એ પછી રાજદ નેતાએ રાબડી દેવીનો બચાવ કર્યો હતો અને ઐશ્વર્યા પર જ સાસુને મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો હતો. અત્યારે છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp