ગાંધીધામમાંથી ત્રાસવાદી ઝડપાયો

PC: indianexpress.com

ગુજરાત અને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના ગાંધીધામમાંથી અલ્લારખા નામના એક ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના જુહુમાંથી પકડાયેલા ફૈઝલ હસન મિર્ઝાની પૂછપરછમાં અલ્લારખાના નામનો ઉલ્લેખ થતાં મહારાષ્ટ્ર ATS ગુજરાત આવી હતી અને ગુજરાત ATS સાથે મળી તેમણે અલ્લારખાને ઝડપી લીધો છે.

2001મા મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકા કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર ATSની જાણકારી મળી કે કેટલાક ત્રાસવાદી સંગઠનો હાલમાં પણ કાર્યરત છે જેમના તાર 2001ના બોમ્બ ધડાકા સાથે પણ જોડાયેલા છે, જેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં બોમ્બ ધડાકા જેવી કોઈ ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે, જેના આધારે ગુપ્તચર એજન્સીઓના માહિતી પ્રમાણે તેમણે ફૈઝલ હસન મિર્ઝાને ઝડપી લીધો હતો જેની પૂછપરછ દરમિયાન તેણે 2001થી દુબઈમાં સંતાયેલા ફારૂક દેવડીવાલા અને ગાંધીધામમાં રહેતા અલ્લારખાનો ઉલ્લેખ કર્યો હતો.

ફારૂકને મુંબઈ પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી પણ તેનો કોઈ પત્તો મળતો નહોતો, પરંતુ ફૈઝલની પાસેથી જાણકારી તાત્કાલીક દુબઈ પોલીસને આપવામાં આવી હતી કારણ ફૈઝલ સામે રેડકોર્નર નોટીસ ઉપર ઈસ્યૂ થઈ હતી, બીજી તરફ મહારાષ્ટ્ર ATSના અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા અને ગુજરાત ATSને તેમને મળેલી મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી, ગુજરાત અને મહારાષ્ટ્ર ATSના અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી હતી અને ટેકસી ડ્રાઈવર તરીકે કામ કરતા અલ્લારખાનને ઝડપી લીધો છે.

દરમિયાન દુબઈ પોલીસને મહારાષ્ટ્ર ATS દ્વારા મળેલી જાણકારી પ્રમાણે તેમણે ફારૂકના સરનામે દુબઈમાં દરોડા પાડતા તે પણ ઝડપાઈ ગયો છે, જેને એકાદ બે દિવસમાં મુંબઈ લાવવામાં આવે, ગુજરાત મહારાષ્ટ્ર પોલીસનો દાવો છે કે તેમણે એક મોટી ઘટના ઘટે તે પહેલા પોતાનું ઓપરેશન પાર પાડ્યું છે જેની જાહેરાત એકાદ બે દિવસમાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp