ભારતે મ્યાનમાર સીમા હાથ ધર્યું ઓપરેશન, ચીન સમર્થિત 10 ઉગ્રવાદી કેમ્પો કર્યા નષ્ટ

PC: livefistdefence.com

પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈક બાદ હવે ભારત અન્ય સીમાઓને પણ સુરક્ષિત કરવાના કાર્યમાં જોતરાયુ છે. દરમિયાન ભારતીય સેના દ્વારા મ્યાનમારની સેનાની સાથે મળીને ચલાવવામાં આવેલા એક અભિયાનમાં મ્યાનમાર સીમા પર એક ઉગ્રવાદી સમૂહ સાથે સંબંધિત 10 શિબિરોને નષ્ટ કર્યા હતા. ઓપરેશન સનરાઈઝ એક મોટું અભિયાન હતુ, જેમાં ચીન દ્વારા સમર્થિત કચિન ઈન્ડિપેન્ડેન્ટ આર્મીના એક ઉગ્રવાદી સંગઠન અરાકાન આર્મીને નિશાનો બનાવવામાં આવી. સુત્રોનું કહેવુ છે કે, શિબિરોને મ્યાનમારની અંદર નષ્ટ કરવામાં આવ્યા અને આ અભિયાન 10 દિવસોમાં પૂરું થયુ.

ભારતીય સેનાએ મ્યાનમારને અભિયાન માટે હાર્ડવેર અને ઉપકરણ પુરા પાડવામાં આવ્યા. તેમજ તેમની સીમા પર મોટી સંખ્યામાં સૈન્યબળને મુકવામાં આવ્યા. આ અભિયાન એ વાતની જાણકારી મળ્યા બાદ ચલાવવામાં આવ્યુ છે કે, ઉગ્રવાદી કોલકાતાના સમુદ્ર માર્ગ દ્વારા મ્યાનમારના સિતવે સાથે જોડનારા વિશાળ અવસંરચના પરિયોજનાને નિશાનો બનાવી રહ્યા છે. આ પરિયોજના કોલકાતાથી સિતવેના રસ્તે મિઝોરમ પહોંચવા માટે એક અલગ માર્ગ પૂરો પાડવા માટેની છે. આ પરિયોજના 2020 સુધી પૂરી થઈ જશે.

આ અગાઉ પણ ભારતે પાકિસ્તાનમાં એક સ્ટ્રાઈક દ્વારા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ આતંકીઓને પાઠ ભણાવવા માટે તેમના કેમ્પ પર હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાએ સોમવારે મોડી રાત્રે 3.30 વાગ્યે મિરાજ 2000 ફાઈટર પ્લેનથી પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત આતંકીઓના કેમ્પો પર 1000 કિલો બોમ્બની વર્ષા કરી હતી. જેમાં આશરે 243 જેટલા આતંકીઓ મરાયા હોવાની માહિતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp