અનંતનાગમાં મોટો આતંકી હુમલો, CRPFના 3 જવાન શહીદ, 1 આતંકી ઠાર

PC: images.livemint.com

જમ્મુ કાશ્મીરમાં બુધવારે આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. અનંતનાગમાં બસ સ્ટેન્ડની પાસે થયેલા આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા છે. તેમાં CRPFના 3 જવાનો શહીદ થયા છે. જ્યારે એનકાઉન્ટરમાં જવાનોએ 1 આતંકીને ઠાર કર્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અનંતનાગમાં બાઈક સવાર 2 નકાબપોશ આતંકી આવ્યા અને CRPF તેમજ પોલીસ દળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં CRPFના 2 જવાનો ઘાયલ થઈ ગયા. સાથે જ રાજ્ય પોલીસ દળના 1 SHO પણ ઘાયલ થયા છે. શહીદોમાં એક ASI પણ સામેલ છે.

SHO સદર અનંતનાગ ઈન્સ્પેક્ટર ઈરશાદ ગંભીરરીતે ઘાયલ છે, તેમને છાતીમાં ગોળી વાગી છે. ડૉક્ટરોએ તેમને શ્રીનગર હોસ્પિટલમાં રિફર કર્યા છે. આ આતંકી હુમલામાં મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. જ્યારે આ ગોળીબારીમાં એક આતંકવાદી ઠાર મરાયો છે, જ્યારે બીજા આતંકવાદીની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ એનકાઉન્ટર ચાલી રહ્યું છે.

આ અગાઉ જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને સોમવારે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જેમાં 1 જવાન શહીદ થયા હતા. ગોળીબારીમાં 1 જવાન ઘાયલ પણ થયો હતો. પાકિસ્તાન તરફથી ગોળીબારી શરૂ કરવામાં આવી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp