
છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. પરંતુ આજે દિલ્હી વિધાનસભામાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે અચાનક ગૃહમાં 15 લાખની નોટોના બંડલ લહેરાવવાનું શરૂ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે BJPએ તેમને ખરીદવાનો પ્રયાસ કર્યો અને તેમને આ પૈસા ટોકન મનીના રૂપમાં મળ્યા. બીજી તરફ BJPએ AAP પર પ્રહારો કર્યા છે. પાર્ટીનો આરોપ છે કે AAP નવું ડ્રામા કરી રહી છે. BJPના પ્રવક્તા હરીશ ખન્નાએ કહ્યું કે, લાંચ આપ્યાનું સ્ટિંગ અને તેની ફરિયાદની નકલ AAP ધારાસભ્યએ બતાવવી જોઈએ.
દિલ્હી વિધાનસભામાં આજે સતત ત્રીજા દિવસે હંગામો જોવા મળ્યો હતો. આ દરમિયાન AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે BJP પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે મને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાંચ આપવામાં આવી હતી. ગોયલે કહ્યું, 'મને માફિયા સેન્ટિંગ માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ બાબતે મેં LGને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી કરી ન હતી.'
AAP ધારાસભ્યએ કહ્યું કે, 'મેં આ અંગે પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે. આ એક ગંભીર મુદ્દો છે. હું ગુનેગારોને રંગે હાથે પકડવા માંગતો હતો. પરંતુ કોઈએ મારી વાત સાંભળી ન હતી અને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.'
AAP ધારાસભ્યના આરોપો બાદ વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, 'તમે LG અને દિલ્હી પોલીસ કમિશનરને જે ફરિયાદ આપી હતી તેની નકલ અને ઘટનાનું વિવરણ મને આપો. આ પછી, AAP ધારાસભ્યએ કહ્યું કે, 'હું ગૃહના તમામ સાથીઓને અપીલ કરું છું કે આ મામલે રાજનીતિ ન કરો. આ જાહેર મુદ્દો છે જે હું ગૃહ સમક્ષ ઉઠાવી રહ્યો છું.'
BJPના પ્રવક્તા હરીશ ખન્નાએ ગોયલના આરોપોને વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 'AAPએ આજે એક નવું નાટક રચ્યું છે. BJPના નેતાએ કહ્યું કે, જો AAP નેતાએ કોઈ ફરિયાદ કરી છે તો તેની નકલ ક્યાં છે? તમે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા? તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેની તપાસ ચાલી રહી છે. LG દ્વારા આપવામાં આવેલા આદેશો પછી, AAP વ્યક્તિગત ભડાસ નીકાળવામાં વ્યસ્ત છે. કોઈપણ 15 લાખ રોકડા લઈને પહોંચી શકે છે, જે સ્ટિંગ કર્યું છે તેને બતાવો કે તે ક્યાં છે. ડીલ કરતી વખતે ઉતારેલો વિડીયો બતાવી દો. તેમણે કહ્યું કે, આંબેડકર હોસ્પિટલ તો દિલ્હી સરકારના અંદરમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp