ગૌતમ અદાણીએ પોતાના 60માં જન્મદિવસે આપ્યું 60000 કરોડનું દાન

PC: aajtak.in

એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણીએ તેમના 60મા જન્મદિવસના અવસરે 60,000 કરોડ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ લીધો છે. અદાણી ગ્રુપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ દાન સ્વાસ્થ્ય, શિક્ષા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં આપવામાં આવશે. દાનની વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. અદાણી પહેલી પેઢીના બિઝનેસમેન છે અને તેમણે એક નાની કૃષિ વ્યાપારિક ફર્મને એક વિશાળ કારોબારી સામ્રાજ્યમાં બદલી નાંખ્યું.

દુનિયાના ટોપ-10 અમીરોમાં સામેલ ભારતીય બિઝનેસમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી 24 જૂન એટલે કે આજે 60 વર્ષના થઇ ગયા છે, આ અવસરે તેમણે પોતાની સંપત્તિનો એક મોટો ભાગ દાન કરવાનું જાહેર કર્યું છે. 1991 સુધી રાષ્ટ્રીય સ્તર પર અદાણીનું નામ કોઈ જાણતું ન હતું, માત્ર 20 વર્ષમાં તેમણે પોતાના કારોબારને દેશ-દુનિયામાં ફેલાવી દીધો. ગ્રુપનો કારોબાર, કોલસાનો વ્યાપાર અને ખનન, બંદરો અને હવાઈમથકો, વીજળી ઉત્પાદન, ગેસ વિતરણ, હરિત ઉર્જા, ડેટા સેન્ટર અને સિમેન્ટ સુધી ફેલાયેલો છે.

દાન માટે આપવામાં આવેલી રકમ અદાણીની 92 અરબ ડૉલરની સંપત્તિના માત્ર 8 ટકા જ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જયંતિ અને ગૌતમ અદાણીના 60મા જન્મદિવસના અવસરે અદાણી પરિવારે અનેક સામાજિક કામો માટે 60,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, આ ભારતીય કોર્પોરેટ ઈતિહાસના સૌથી મોટા દાનોમાંથી એક છે અને આની સાથે જ તે અજીમ પ્રેમજી, માર્ક ઝુકરબર્ગ અને વોરન બફેટ જેવા વૈશ્વિક અરબપતિઓની શ્રેણીમાં તેઓ સામેલ થઇ ગયા છે.

દેશના સૌથી મોટા દાનવીરોની વાત કરવામાં આવે તો, આ મામલામાં પહેલા સ્થાને છે વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી આવે છે. એક રિપોર્ટ મુજબ, પ્રેમજીએ નાણાંકીય વર્ષ 2021માં 9,713 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

ગત ત્રણ વર્ષમાં ભારતના મોટા બિઝનેસમેન્સની વાત કરવામાં આવે તો, અજીમ પ્રેમજીએ 18,070 કરોડ રૂપિયા, શિવ નાદરે 2,884 કરોડ રૂપિયા, મુકેશ અંબાણીએ 1, 437 કરોડ રૂપિયા, કુમાર મંગલમ બિડલાએ 732 કરોડ રૂપિયા અને નંદન નીલેકણીએ 546 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.  

 

સામાજિક કાર્યો માટે દાન કરતા દાનવીરોમાં દેશના અન્ય અનેક મોટા ભારતીય બિઝનેસમેન સામેલ છે. અનિલ અગ્રવાલે ત્રણ વર્ષના કાર્યકાળમાં 458 કરોડ રૂપિયા, હિન્દુજા સિમેન્ટે 351 કરોડ રૂપિયા, બજાજ ગ્રુપે 341 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp