કમાણી આપી દીધી, જમીન પણ પત્નીના નામે કરી,પતિના પગ કપાયા તો ઘરમાંથી કાઢી મુક્યો

PC: aajtak.in

રાજસ્થાનના એક ટ્રક ડ્રાઇવરના 25 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, તે વખતે પત્નીએ સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી, ટ્રક ડ્રાઇવર પતિ પોતાની કમાણીની રકમ પત્નીને આપી દેતો, પત્નીના નામે જમીન પણ ખરીદી હતી, પરંતુ જ્યારે ટ્રક ડ્રાઇવરના એક અકસ્માતમાં બંને પગ કપાઇ ગયા ત્યારે પત્નીએ ઘરમાંથી કાઢી મુક્યો અને દીકરાઓ પણ રાખવાની ના પાડી રહ્યા છે. લાચાર બનીને આ ટ્રક ડ્રાઇવર પોલીસ અને તંત્ર પાસે મદદ માંગી રહ્યો છે.ટ્રક ડ્રાઇવરની એટલી જ ભુલ હતી કે તેણે વિશ્વાસ રાખીને પોતાની પૂંજી પત્નીને સોંપી દીધી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ ભરતપુર જિલ્લાના ડીગ પાસેના પાડલા ગામનો રહેવાસી ઉન્નસ કેટલાંક સમય પહેલાં ટ્રક ડ્રાઈવર હતો. તે દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જતો હતો. તે જે કંઈ કમાય તે તેની પત્નીને આપી દેતો હતો. જ્યારે તેણે જમીન ખરીદી ત્યારે તે તેની પત્નીના નામે ખરીદી હતી. પરંતુ 4 વર્ષ પહેલા એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ઉન્નસના બંને પગ કપાઈ ગયા હતા.

થોડા વર્ષો સુધી સારવાર ચાલી અને ઉન્નસ ચાલી શકતો નહોતો એટલે પથારીવશ હતો. આવી સ્થિતિમાં પત્નીએ પણ તેને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી. જે પત્ની થોડા વર્ષો પહેલા સાથે જીવવા-મરવાની કસમ ખાતી હતી તે આજે તે પોતાની દુનિયામાં વ્યસ્ત છે.

ઉન્નસે પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યકત કરતા કહ્યુ હતુ કે, 25 વર્ષ પહેલા કોટાકલા ગામમાં જાહિદા સાથે લગ્ન થયા હતા. જાહીદા પરણિત હતી અને તેની તે વખતે તેની એક દીકરી પણ હતી. ઉન્નસે કહ્યું કે જ્યારે હું ટ્રક ડ્રાઇવર હતો ત્યારે મારી જે કમાણી થતી હતી તે પત્નીને આપી દેતા હતો અને પત્નીના નામે જમીન પણ ખરીદી હતી, પરંતુ મારા ખરાબ દિવસો ત્યારથી શરૂ થયા જ્યારે વર્ષ 2017માં એક રોડ અકસ્માતમાં મારા બંને પગ કપાઇ ગયા હતા. હું દિવ્યાંગ થઇ ગયો તેની સાથે જ પત્નીના તેવર બદલાઇ ગયા હતા અને મને ઘરમાંથી કાઢી મુક્યો હતો.

ઉન્નસે કહ્યું કે મારા દીકરાઓ પણ છે, પરંતુ તેમના પણ લગ્ન થઇ ગયા છે એટલે હવે મને કોઇ સાથે રાખવા તૈયાર નથી. હું ટ્રાઇસિકલ ફરીને પોલીસ અને તંત્રને ફરિયાદ કરી રહ્યો છું, પરંતુ મારી ફરિયાદ કોઇ સાંભળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp