MLA ઘરની સામે બોક્સ રખાયુ, લખ્યું છે- મહેરબાની કરીને લૂંટેલા હથિયારો પરત કરો

મણિપુરની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં BJP ધારાસભ્ય લીશાંગથેમ સુસિન્દ્રો મેઇતેઈના ઘરની બહાર એક બોક્સ દેખાય છે, જેમાં લખ્યું છે કે, મહેરબાની કરીને લૂંટાયેલા હથિયારો પરત કરો. આવું તમે મૂક્ત રહીને કરી શકો છો. હકીકતમાં, મણિપુરના ધારાસભ્યએ પોલીસ શસ્ત્રાગારમાંથી છીનવેલા હથિયારો પરત કરવાની અપીલ કરી છે.
હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય લેઈશાંગથેમ સુસિન્દ્રો મેઈતેઈના ઘરની બહાર એક બોક્સ રાખવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 'કૃપા કરીને લૂંટાયેલા હથિયારો અહીં મૂકો, સંકોચ વગર તમે આ કરી શકો છો. લેઇશાંગથેમ સુસિન્દ્રો મેઇતેઇ ઇમ્ફાલ પૂર્વ મતવિસ્તારના ખુરઇના ધારાસભ્ય છે.
મણિપુરમાં ભડકેલી હિંસામાં પોલીસ શસ્ત્રાગારમાંથી હથિયારોની લૂંટ કરવામાં આવી હતી, જે હથિયારો પાછા માંગવા માટે અપીલ કરવામાં આવી રહી છે. લૂંટાયેલા હથિયારો કોની પાસે છે, તે હજુ સ્પષ્ટ નથી. અહીં કુકી અને મેતેઇ સમુદાયના લોકો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હથિયારો આ બંને સમુદાયના લોકોના કબ્જામાં છે.હથિયારોને પરત કરવા માટે સમય આપવામાં આવ્યો છે. એ પછી સુરક્ષા દળ મોટા માપાયે સર્ચ ઓપરેશન ચાલું કરશે અને એમાં જેમની પાસેથી લૂંટાલેલા શસ્ત્રો મળશે તેમની સામે કેસ કરવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ, ધારાસભ્ય લીશાંગથેમના ઘરની સામે બોક્સ રાખવામાં આવ્યું છે, જ્યાં અનેક લોકો હથિયાર પાછા મુકી ગયા છે. અત્યારે બોક્સમાં એક AK-47, રાઇફલ અને એક નાની પિસ્ટોલ છે.દારૂગોળાના કેટલાંક ડબ્બા પણ નજરે પડી રહ્યા છે. ગઇ કાલે મધરાતે બોક્સ રાખવામાં આવ્યું હતું. આ બોક્સ એટલા માટે રાખવામાં આવ્યું છે કે જે લોકોએ હથિયારો લૂંટ્યા છે,તે જો કાનૂની કેસથી બચવા માંગતા હોય તો બોક્સમાં હથિયાર મુકી જઇ શકે છે. હથિયાર મૂકી જનારની ઓળખ જાહેર કર્યા વગર પોલીસને શસ્ત્રો સોંપી દેવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં મણીપુરની મુલાકાત વખતે લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા બધા હથિયારો અને દારૂગોળો પરત કરવાની અપીલ કરી હતી. સાથે શાહે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, હથિયારો જાતે આપી જજો, નહીંતર સર્ચ ઓપરેશનમાં પકડાયો તો જેલ જશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp