ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા ચલાવવા આપી કાર, 2 બાઇકસવારોને અડફેટે લેતા બંનેના મોત

PC: aajtak.in

છત્તીસગઢના બિલાસપુર શહેરમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે તેની કાર ચલાવવા માટે આપી, ગર્લફ્રેન્ડને કાર ચલાવતા આવડતું ન હતું. આમ છતાં યુવકે તેને પ્રોત્સાહન આપ્યું અને તે કાર ચલાવવા લાગી. ત્યાર બાદ, થોડે દૂર ગયા પછી, પ્રેમિકાએ બે બાઇક સવારોને જોરથી ટક્કર મારી, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આ કેસમાં આરોપી યુવક અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. કારના માલિક યુવકના પિતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બિલાસપુર નજીક કોટા રોડ ગામ નેવરા પાસે બની હતી. મુંગેલીનો રહેવાસી રવિન્દ્ર કુરે તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાંથી નીકળ્યો હતો. રવિન્દ્રએ તેની ગર્લફ્રેન્ડને કાર ચલાવવા માટે આપી હતી. થોડે દૂર ગયા બાદ યુવતીએ ઉત્સાહમાં એક્સિલરેટર વધારે દબાવી દીધું. જેના કારણે સામેથી આવતી એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 50 વર્ષીય શુકુવારા બાઈ કેવત અને જેતારામ યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક કેટલાય મીટર દૂર રોડ પર ઘસડાતી રહી.

આ અકસ્માતમાં તુલસીરામ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આસપાસના ગ્રામજનોએ યુવતી અને તેના બોયફ્રેન્ડ રવિન્દ્ર કુરેને પકડી લીધા હતા. લોકોએ ઘટનાની જાણ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ કાર રવિન્દ્ર કુરેના પિતાના નામે નોંધાયેલ છે. પોલીસે કાર માલિક સામે પણ ગુનો નોંધ્યો છે.

તુલસીરામ યાદવ તેના ગામની સુકુવારા બાઈ કેવત અને તેના સસરા જેતારામ યાદવને સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ગણિયારીમાં સારવાર માટે લઈ જતા હતા. બંને બાઇકની પાછળની સીટ પર બેઠા હતા. અકસ્માતમાં તુલસીરામ યાદવ તેમની મદદ કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા, તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના પગનું હાડકું ભાંગી ગયું હતું. માથા, ખભા, કમર અને ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

થાણેદાર દિનેશ ચંદ્રના જણાવ્યા અનુસાર મુંગેલીના રહેવાસી રવિન્દ્ર કુરેએ તેની ગર્લફ્રેન્ડને કાર ચલાવવા માટે આપી હતી. તે તેની બાજુની સીટ પર બેઠો હતો. આ દરમિયાન તે હસતા-મજાક કરતા કાર ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક એક્સિલરેટર દબાઈ ગયું અને સામેથી આવી રહેલી બાઇકને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, કેટલાક ઘાયલ પણ થયા છે. કેસ નોંધવામાં આવ્યો છે. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp