સાહેબ, મોદીને વોટ આપ્યો તો દીકરો જાનથી મારવાની ધમકી આપે છે

PC: amarujala.com

સાહેબ, મારી પત્ની ગુજરાતની છે અને એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હું સંબંધી માનું છું. દેશના વિકાસમાં પ્રધાનમંત્રી સારું કામ કરી રહ્યા છે. મોદીથી પ્રભાવિત થઇને મેં મારો વોટ ભાજપને આપ્યો. એટલે મારો એકમાત્ર દીકરો ગુસ્સામાં છે અને મને મારવાની ધમકી આપી રહ્યો છે. મુઝફ્ફનગરની નવી મંડીમાં સોમવારના રોજ બપોરે 12.40 કલાકે ASI મદન સિંહ બિષ્ટને 65-70 વર્ષના અલીમ આલમ નામના વૃદ્ધ મળ્યા. તેણે પોલીસ સામે હાથ જોડીને પોતાની પીડા સંભળાવી.

અમીર આલમે પોલીસને જણાવ્યું હતું કે, હું પત્ની અને એકમાત્ર દીકરા મહેબૂબ સાથે  રહું છું. પત્ની ગુજરાત રાજ્યના ગામ કલોડીની રહેવાસી છે. વૃદ્ધે કહ્યું હતું કે, 11 એપ્રિલના રોજ થયેલી લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન મેં ભાજપને વોટ આપ્યો હતો. તેની સાથે જ ગામના લગભગ 40-50 અન્ય મુસલમાનોએ પણ મોદીને જ વોટ આપ્યો છે. બસ, આ જ વાત પર મારો દીકરો મારાથી નારાજ છે અને મને રોજ ગાળો આપે છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. એટલું જ નહીં, તેણે મારા બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

ASIએ આ મામલાને ગંભીરતાથી લેતા ગાંધી કોલોની ચોકી પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. પોલીસની ટીમ આરોપીની ધરપકડ માટે ગામ પહોંચી હતી, પરંતુ તેમને સફળતા નહોતી મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp