ઉન્નાવ ગેંગરેપમાં CBIએ નોંધ્યો ચોથો કેસ, પીડિતા અને આરોપીઓ થશે આમને-સામને

PC: indianexpress.com

ઉન્નાવ ગેંગરેપ અને પીડિતાના પિતાના મૃત્યુના કેસમાં CBIએ ચોથી FIR નોંધાવી છે. હાઈકોર્ટના સૂચન બાદ CBIએ પીડિતાના અપહરણ અને ગેંગરેપના કેસમાં FIR નોંધાવી છે. CBI આ ઘટનાની પણ તપાસ કરશે. જો કે હાઈકોર્ટે પહેલેથી જ CBIને આની પહેલાની ઘટના વિશે પણ તપાસનો આદેશ આપી દીધો છે. આ કેસ જૂન 2017મા પીડિતાની માતાએ નોંધાવ્યો હતો.  

CBIએ માખી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRના આધારે એક કેસ નોંધાવ્યો છે. આ કેસમાં શશિ સિંહના પુત્ર શુભમ સિંહ અને અવધેશ તિવારી વિરૂદ્ધ પીડિતાને સમજાવીને ભગાડી જવાનો આરોપ છે. આ પછી પીડિતાના નિવેદનના આધારે આ કેસમાં સામુહિક દુષ્કર્મની ધારા 376 Dને જોડતા નરેશ તિવારી અને બે અન્ય લોકોને પણ આરોપી સાબિત કરવામાં આવ્યા છે.    

આ પહેલા સોમવારે રેપ પીડિતાનું CBIના સ્પેશિયલ લૉ મેજિસ્ટ્રેટ સામે કલમ 164 અંતર્ગત સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું અને તેને સીલબંધ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. CBIના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મંગારે આરોપી કુલદીપ સેંગર અને શશિ સિંહને ઉન્નાવ લાવવામાં આવશે, જ્યાં આ કેસની તપાસ કરવામાં આવશે. આ સાથે ઘટના સ્થળ પર બને આરોપીઓ અને પીડિતાનો આમનો સામનો કરવામાં આવશે. આ પછી કુલદીપ સેંગરની સમસ્યા વધી શકે છે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp