મહાકુંભમાં મોતનો મલાજો ન જળવાયો, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થઈ

PC: twitter.com

પ્રયાગરાજના મહાકુંભમાં મંગળવારે રાત્રે 1-30 વાગ્યાની આસપાસ ભાગદોડ મચી જવાને કારણે લગભગ 20 લોકોએ જીવ ગુમાવ્યા અને મોટી સંખ્યામાં લોકો ઇજા પામ્યા હોવાનો અહેવાલો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ દેશના 13 અખાડાની સાધ-સંતો જ્યારે સંગમ સ્થળે સ્નાન કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમની પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. હજુ તો પરિવારના લોકોના ડુસકાં શાંત થયા નથી ત્યારે પુષ્પવર્ષાને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

મહાકુંભમાં ભાગદોડને કારણે જે ઘટના બની ત્યારે અખાડાના સાધુ સંતોએ મૌની અમાવસ્યામાં અમૃત સ્થાનનો પ્લાન રદ કર્યો હતો. પરંતુ સ્થિતિ રાબેતા મુજબની થયા પછી સંતો ફરી સ્નાન કરવા ગયા હતા. તેમના નક્કી કરેલા નિયત સમયથી 10 કલાક મોડું થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp