26th January selfie contest

ટેલિકોમ મંત્રી સામે મીટિંગમાં અધિકારીને આવી ઊંઘ, હવે નોકરી ગઈ!

PC: navbharattimes.indiatimes.com

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની બેઠકમાં BSNLના એક અધિકારીને ઉંઘ લેવાનું ભારે પડી ગયું વાસ્તવમાં, જ્યારે તે આમ કરતા પકડાયો, ત્યારે તેને કાયમ માટે રજા આપી દેવામાં આવી. રિપોર્ટ અનુસાર, આ અધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લઇ લીધી છે.

સૂત્રોના અનુસાર, કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ કેબિનેટે જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઈઝ માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને મંજૂરી આપ્યા બાદ બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન મીટિંગમાં હાજર એક અધિકારીને ઊંઘ આવી ગઈ હતી. મીટિંગમાં ઊંઘ લેતા પકડાયા બાદ, BSNLના આ વરિષ્ઠ અધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.

સૂત્રોના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે, મીટિંગમાં સૂઈ રહેલા ચીફ જનરલ મેનેજર (CGM) સ્તરના અધિકારીને પકડ્યા અને તરત જ રૂમમાંથી બહાર નીકળી જવા કહ્યું. રિપોર્ટ અનુસાર આ અધિકારી બેંગ્લોરમાં કામ કરતો હતો. આ પછી CGMને VRS લેવાની ફરજ પડી. ટેલિકોમ મંત્રીએ ઓગસ્ટ મહિનામાં જ અધિકારીઓને કડક ચેતવણી આપી હતી.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્મચારીઓને ચેતવણી આપી હતી કે, તેઓ BSNLની કાયાપલટ કરવા માટે કામગીરીમાં સુધારો કરે અને જો આમ ન થાય તો VRS પસંદ કરો. હવે એવું લાગે છે કે, તેમના આ શબ્દો માત્ર એક ચેતવણી ન હતા. જો કે, ટેલિકોમ મંત્રાલય અને BSNL દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

અશ્વિની વૈષ્ણવે ઓગસ્ટની મીટિંગમાં BSNLના કર્મચારીઓ અને અધિકારીઓને કડક ભાષામાં કહ્યું હતું કે, 'કામમાં સુધારો કરો અથવા કંપની છોડી દો'. મીટિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે આટલું મોટું પેકેજ આપીને સરકારે જે કરી શકાય તે કર્યું. હવે તમારો વારો છે, આમાં જીવ રેડી દેવાનો, જેથી વિભાગમાં કામ દેખાય અને જનતાને સુવિધા મળે. સરકાર આમાં કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરશે નહીં. અમને બે વર્ષમાં પરિણામ જોઈએ છે. તમને જણાવી દઈએ કે BSNL 2023માં 4G લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય કેબિનેટે BSNLના પુનરોદ્ધાર માટે 1.64 લાખ કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી હતી. અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું કે BSNLના રૂ. 33,000 કરોડના વૈધાનિક લેણાંને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવશે. ઉપરાંત, કંપની સમાન રકમની બેંક લોનની ચુકવણી માટે બોન્ડ જારી કરશે. તેમણે કહ્યું કે પેકેજમાં 43,964 કરોડ રૂપિયાનો રોકડ હિસ્સો સામેલ છે. પેકેજ હેઠળ ચાર વર્ષ દરમિયાન 1.2 લાખ કરોડ રૂપિયા બિન-રોકડ સ્વરૂપે આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp