4 વર્ષથી લકવાગ્રસ્ત વ્યક્તિએ વેક્સીન લીધી અને બીજા જ દિવસે ચાલતો થઇ ગયો!

PC: zeenews.india.com

ઝારખંડમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તબીબો પણ અંચબામાં મુકાઇ ગયા છે. જે વ્યકિત 4 વર્ષથી લકવાને કારણે પથારીવશ હતો તેણે વેક્સીનનો ડોઝ લીધો અને બીજા જ દિવસે ચાલતો થઇ ગયો. જો કે કોરોના વેક્સીન પછી લકવાના દર્દીઓ સાજા થઇ રહ્યાના અગાઉ પણ સમાચાર આવ્યા છે.

જાણવા મળેલી માહિતી મુજબ ઝારખંડના બોકારાના સલગાડીહ ગામમાં રહેતાં 55 વર્ષના દુલારચંદ મુંડા છેલ્લાં 4 વર્ષથી પથારીવશ હતા, કારણ કે તેમને પેરાલિસિસ હતો. પરંતુ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વેક્સીનના માત્ર એક ડોઝ લેવાથી જ દુલારચંદ સાજા થઇ ગયા છે.  મીડિયાના અહેવાલ મુજબ દુલારચંદે કોવિશીલ્ડની વેક્સીનનો પહેલો જ ડોઝ લીધો હતો.

દુલારચંદે કહ્યું હતું કે એક રોડ અકસ્માતને કારણે પોતે ન તો ચાલી શકતા હતા કે ન તો બોલી શકતા હતા. પરંતુ 4 જાન્યુઆરીએ વેક્સીન લીધા પછી પગમાં અચાનક ગતિ આવી છે અને હવે હું ચાલી, બોલી શકું છું. બોકારાના તબીબોએ પણ તેની મેડિકલ હિસ્ટ્રી જોઇને કહ્યુ કે આની પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરવા જેવું છે.

બોકારોના સિવિલ સર્જને આ કેસની જાણકારી માટે 3 સભ્યોની મેડિકલ ટીમ બનાવી છે, જે આ સ્વસ્થ થવાની આ ચમત્કારી ઘટના વિશે જાણકારી મેળવશે. તબીબોએ કહ્યું કે થોડા દિવસ પહેલાની બિમારી હોય તો સાજા થઇ જાય તે વાત સમજી શકાય, પરંતુ 4 વર્ષ જુની બિમારી ભોગવતો વ્યકિત અચાનક સાજો થઇ જાય તે વાત અવિશ્વસનીય છે. આ એક વૈજ્ઞાનિક તપાસનો પણ વિષ્ય છે.

આ પહેલા પણ છત્તીસગઢમાં એક આવો કેસ સામે આવ્યો હતો. છત્તીસગઢમાં રહેતા એક વ્યકિતએ દાવો કર્યો હતો કે તેને 3 વર્ષથી લકવો હતો, જે વેક્સીનના ડોઝ લીધા પછી સાજો થઇ ગયો હતો. ઝારખંડના આ વ્યકિતને ડાબા હાથમાં લકવો થયો હતો.

જો આ સાચું હોય તો ઘણી સારી વાત હશે કારણ કે વેક્સીનના ઉપયોગથી લકવાની વ્યાધીથી   લાંબા સમયથી પીડાતા દર્દી માટે એક આર્શીવાદરૂપ ડોઝ સાબિત થઇ શકે. જો કે હજુ પણ વેક્સીન લેવા માટે લોકોને કાલાવાલા કે આજીજી કરવી પડે  છે તે આશ્ચર્યજનક વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp