'હિરાથી જડેલ' પ્લેનની તસવીર થઇ વાયરલ, જાણો શું છે તેના પાછળની હકીકત

PC: images1.livehindustan.com

એક ફ્લાઇટની રોયાલીટીનો ફોટોએ ઇન્ટરનેટ પર ન ફક્ત લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા પરંતુ તેને જોઇને લોકો કન્ફ્યુઝ પણ થઇ ગયા. સોશીઅલ મીડીયા પર વાયરલ થયેલ ફોટામાં રનવે પર અમીરાતનું જહાજ જોવા મળી રહ્યું છે અને તેમ લાગી રહ્યું છે કે જેમકે તે ઉડાન માટે તૈયાર જ હોય.

સૌથી ખાસ વાત તે છે કે આ ફોટો અમીરાત એરલાઇન્સ ટ્વીટર હેંડલમાંથી શેર કરવામાં આવી છે. જોકે આ પ્લેન ફકત એક ફોટા પૂરતુ સીમીત છે. તેને હકીકત સાથે કોઇ સંબંધ નથી. એરલાઇન્સે પોતાના ટ્વીટમાં જણાવ્યુ કે આ ફોટાને સારા શકીલ દ્વારા બનાવવામાં આવેલ છે. અને તે ફક્ત ફોટા પૂરતુજ સીમીત છે.

આ પહેલા આ ફોટો સારા શકીલે પોતાના ઇન્સ્ટા ગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. સારા ના પેજ પર લગભગ ચાર લાખ આઠ હજાર ફોલોઅર્સ છે. શકીલે આ ફ્લાઇટના ફોટોને 4 ડિસેમ્બરે પોસ્ટ કર્યો હતો. અને તેની પર લગભગ 54 હજારથી વધુ લાઇક્સ છે.

અમીરાત એરલાઇન્સને આ ફોટો એટલો પસંદ આવ્યો કે તે આ ફોટો ટ્વીટ કર્યા વગર ન રહી શક્યું. મંગળવાર બાદથી તેની પર લગભગ 12 હજાક કરતા વધુ લાઇક્સ આવી ચૂક્યા છે. અને ચાર હજાર કરતા વધુ વખત ટ્વીટ કરવામાં આવી ચૂક્યા છે. લોકો પણ તેને જોઇને પોતાની જાતને શાંત ન રાખી શક્યા. અને પ્લેન વિષે પોતાની પ્રતિક્રિયા શેર કરવા લાગ્યા.

એકે ટ્વીટ પર પૂછ્યું કે, શું તે હકીકત છે. જ્યારે કે અન્યએ જણાવ્યુ કે, શું તે વાસ્તવમાં ઉડી શકે છે. કે પછી સ્કેલ મોડલ કે કોમ્પ્યુટરથી બનાવવામાં આવેલ ફોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp