નકલી વ્યંઢળોના મુંડન કરાવી પોલીસ સામે જ ચપ્પલથી પિટાઇ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશમાં 2 નકલી વ્યંઢળોને બધાઇ માંગવાનું ભારે પડી ગયું હતું. અસલી વ્યંઢળોને આ વાતની જાણ થતા તેમણે સાથી મિત્રો સાથે મળી નકલી વ્યંઢળોનું જાહેર રસ્તા પર ભારે ભીડની વચ્ચે મૂંડન કર્યું અને પછી ચપ્પલથી બરોબરની પિટાઇ કરી. એટલે જ નહીં. બનેં નકલી વ્યંઢળોને મારતા મારતા જ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા અને પોલીસની સામે પણ નકલીઓની પિટાઇ કરી હતી.નકલી વ્યંઢળોની પિટાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

સામાન્ય રીતે કોઇકના ઘરે પારણું બંધાઇ, કે શુભપ્રસંગ હોય ત્યારે વ્યંઢળો એવા લોકોના ઘરે જઇને બધાઇના રૂપિયા માંગતા હોય છે અને લોકો ખુશી ખુશી આપી પણ દેતા હોય છે.પરંતુ કેટલાંક ભેજાબાજ લોકો નકલી વ્યંડલ બનાવીને રૂપિયાના ઉઘરાણા કરતા હોય છે.આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બાગપતમાં સામે આવ્યો છે. વ્યંઢળનું રૂપ ધારણ કરીને બે નકલી વ્યંઢળ બધાઇના રૂપિયા માંગી રહ્યા છે એવી અસલી વ્યંઢળોને જાણ થઇ હતી.ગુસ્સે ભરાયેલા અસલી વ્યંઢળોએ બનેંનું જાહેરમાં મુંડન કરાવીને ચપ્પલોથી પિટાઇ કરીને સરઘસ કાઢયું હતું.એટલું જ નહીં, પરંતુ મારતા મારતા ટટીરી પોલીસ ચોકી  લઇ ગયા હતા અને પોલીસની સામે જ ચપ્પલથી ફટકાર્યા હતા.

 આમ પણ આવી ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. ઘણા પુરુષો રેલવે અને અન્ય જગ્યાઓએ પૈસા ઉઘરાવવા વ્યંઢળ બની જતા હોય છે. કારણ કે તે રૂપમાં રૂપિયા માગવા સહેલા થઇ જાય છે. જ્યારે રોજગારીની સમસ્યા હોય ત્યારે આવી ઘટનાઓ વધી જતી હોય છે. કોરોનાકાળમાં લોકોને નોકરી ધંધાની મુશ્કેલી છે ત્યારે આ લોકોએ સહેલાઇથી રૂપિયા કમાવવાનો રસ્તો કાઢયો હોઇ શકે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp