મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે ભાજપે કરી મોટી જાહેરાત

PC: thequint.com

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી સરકાર કોણ બનાવશે તેને લઇને મથામણનો હજુ સુધી અંત આવ્યો નથી. ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઇને ખેંચતાણ ચાલી રહી છે. આ મથામણને લઇને હવે ભાજપે સ્પષ્ટ કહી દીધું છે કે, તે મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે નહીં. શનીવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ રવિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક મળ્યા પછી મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સરકાર નથી બનાવી રહી તેવું જણાવ્યું હતું.

ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને શિવસેનાએ પણ તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને ત્યાબાદ શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે જણાવ્યું હતું કે. ભાજપ બહુમત મેળવવામાં સફળ નહીં થયા તો શિવસેના તેના પ્લાનનો અમલ કરશે.

આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યપાલે નવી સરકાર બનવા માટે ભાજપને આમંત્રણ આપ્યું છે. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અમે રાજ્યપાલને જણાવ્યુ છે કે, અમે સરકાર બનાવીશું નહીં. શિવસેનાને જનાદેશનું અપમાન કરીને કોંગ્રેસ અને NCPની સાથે મળીને સરકાર બનાવવી હોય, તો અમારી તેમને શુભકામના છે.

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો વિધાનસભાની 288 સીટમાંથી ભાજપની પાસે 105 સીટ છે, શિવસેનાની પાસે 56 સીટ છે, NCP પાસે 54 સીટ છે, કોંગ્રેસની પાસે 44 સીટ છે, બહુજન વિકાસ પાર્ટી પાસે 3 સીટ છે, AIMIM પાસે 2 સીટ છે અને અન્ય પાર્ટીઓની પાસે 24 સીટ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp