કોરોનાથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે આ 7 બીમારીઓ, વૈજ્ઞાનિકો આપી રહ્યા છે ચેતવણી

PC: aajtak.in

કોરોના વાયરસે આખી દુનિયામાં તાબહી ફેલાવી દીધી છે. આ જનાલેવા વાયરસ ન માત્ર લોકોની જાન લઈ રહ્યો છે, પરંતુ દુનિયાના દેશોની અર્થવ્યવસ્થાને પણ તહસ-નહસ કરી દીધી છે. જોકે વેક્સીનના આવવાથી આ બીમારીથી છૂટકારો મળવાની આશા જોવામાં આવી રહી છે. કોવિડ-19ના ખતરાને જોતા એક્સપર્ટ્સ બીજી બીમારીઓ અંગે પણ તમામ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. જો આપણે કોરોનાની જેમ લાપરવાહી વર્તશું તો ભવિષ્યમાં આ કોરોના કરતા પણ વધુ ખતરનાક મહામારીનું રૂપ ધારણ કરી શકે તેમ છે.

ઈબોલા

આફ્રિકાથી ફેલાયેલો ઈબોલા ટ્રાન્સમિશન ઘણું ઝડપી નથી પરંતુ આ તાવ ઘણો ખતરનાક છે. આ બીમારી જાનવરોમાંથી માનવીમાં ફેલાય છે. WHOએ દાવો કર્યો છે કે ઈબોલા વ્યક્તિમાંથી વ્યક્તિમાં પણ ફેલાય છે. હાલમાં જ સામે આવેલા આંકડાઓ પ્રમાણે, ઈબોલાના 3400 કેસોમાંથી 2270 લોકોના મોત થઈ ગયા છે. જાન્યુઆરી 2020માં ઈબોલાની એક વેક્સીન આવી હતી પરંતુ તેને મોટાપાયે રોલ આઉટ કરવામાં આવી નથી. જો ઈબોલાને અત્યારે રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેના ખરાબ પરિણામો જોવા મળી શકે છે.

લાસા ફીવર

લાસા તાવ એક વાયરલ ઈન્ફેક્શન છે, જે રક્તસ્ત્રાવી બીમારીના લક્ષણોને કારણે થાય છે. લાસા ફીવરની ચપેટમાં આવનારા દર પાંચમાં વ્યક્તિની કિડની,લીવર અને સ્પ્લીન પર ઘણી ખરાબ અસર થાય છે. ઘરની ખરાબ વસ્તુઓ, યુરીન, મળ અને બ્લડ ટ્રાન્સફ્યુશન દ્વારા આ બીમારી લોકોમાં ફેલાઈ શકે છે. આફ્રિકાના દેશોમાં આ બીમારી વધારે જોવા મળે છે.

મર્ગબર્ગ વાયરસ

આ બીમારી એ જ ફેમિલીના વાયરસથી ફેલાય છે જે ઈબોલા જેવા ખતરનાક બીમારી માટે જવાબદાર છે. આ રોગ ઘણો સંક્રામક છે અને જીવીત અથવા મૃત લોકોને અડવાથી પણ ફેલાય છે. આ મહામારીનો પહેલો પ્રકોપ વર્ષ 2005માં યુગાન્ડામાં જોવા મળ્યો હતો, જ્યાં તેનાથી સંક્રમિત 90 ટકા લોકોના મોત થયા હતા.

MERS-COV

ધ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ પણ એક ખતરનાક ઈન્ફેક્શન છે. જે રેસ્પિરેટરી ડ્રોપલેટ દ્વારા માણસમાં ફેલાય છે. વૈજ્ઞાનિકો પણ કહે છે, ભલે આ બીમારીનો ખૌફ આજે ઓછો થયેલો જોવા મળે છે પરંતુ રેસ્પિરેટરી હાઈજીનમાં ભૂલ અથવા લાપરવાહી દુનિયાભરમાં તેના કેસો વધારવાનું કારણ બની શકે છે. આ એસએઆરએસ-કોવથી પણ સંબંધિત એક બીમારી છે કારણ કે બંને એક જ રીતે ફેલાય છે.

SARS

સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ પણ તે વાયરસની ફેમિલીમાંથી આવે છે જે કોવિડ-19 માટે જવાબદાર છે. આ બીમારીનો પહેલો કેસ વર્ષ 2002માં ચીનમાં નોંધાયો હતો. સાર્સ આશરે 26 દેશોમાં ફેલાયો હતો અને આશરે 8000 લોકો તેની ચપેટમાં આવ્યા હતા. તેનો મૃત્યુદર ઘણો વધારે હતો. લોકોમાં કોવિડના જ લક્ષણ જોવા મળ્યા હતા. રેસ્પિરેટરી ડ્રોપલેટથી ફેલાનારી આ બીમારીનો કોઈ ઈલાજ નથી.

નિપાહ વાયરસ

નિપાહ વાયરસને ખસરેના વાયરસ સાથે જોડવામાં આવે છે જે વર્ષ 2018માં કેરળમાં મોટાપાયે ફેલાયો હતો. આ બીમારીને સફળતાપૂર્વક નિયંત્રિત કરવામાં આવી હતી. પરંતુ તેના લક્ષણ અને ટ્રાન્સમીટ થવાની રીતથી ભવિષ્યમાં તના ફેલાવાની સંભાવના ઘણી વધી જાય છે. ચામડચિડીયાથી માણસોમાં ફેલાતી આ બીમારીથી નવર્સ ઈન્ફ્લેમેશન, સોજો, માથાનો દુખાવો, ઉલ્ટી, ચક્કર અને ગભરાહટ જેવા લક્ષણો જોવા મળઈ શકે છે.

ડિસીઝ એક્સ

છેલ્લા કેટલાંક સમયથી આ બીમારીનું નામ ચર્ચામાં વધારે છે. 2021માં તેની એક મહામારીના રૂપમાં ઉભરવાની સંભાવના પણ કરવામાં આવી રહી છે. આશરે ચાર દશકોથી ઈબોલાની મહામારી પર કામ કરી રહેલા જીન જૈક્સ મુયમ્બે કહે છે કે, દુનિયા કોરોના મહામારીથી ઝઝૂમી રહી છે અને આ વચ્ચે એક નવા વાયરસના ફેલાવવાનો ખતરો વધી ગયો છે. નવા વાયરસનું નામ ડિસીઝ એક્સ છે. તેના લક્ષણો અંગે વૈજ્ઞાનિકોને હાલમાં કોઈ જાણકારી નથી. પરંતુ આ બીજી મહામારી બની શકે છે. તેની ચપેટમાં આવનારા 80-90 ટકા લોકોના મોત થઈ શકે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp