રાષ્ટ્રપતિ ભવનમાંથી એવી વસ્તુ ચોર ચોરી ગયા કે પોલીસ મૂકાઈ શરમમાં

PC: thebetterindia.com

દિલ્હી પોલીસની તમામ સુરક્ષા વ્યવસ્થાને નિષ્ફળ સાબિત કરીને ચોરોએ રાષ્ટ્રપતિ ભવનમાં નાંખવામાં આવી રહેલી પાણીની લાઈનોની પાઈપોની ચોરી કરી હતી. આખી ઘટના વડાપ્રધાનના સુરક્ષા રૂટ પર લગાવવામાં આવેલા CCTV કેમેરાઓમાં કેદ થઈ ગઈ છે. ઘટના બાદ ઊંઘમાંથી સફાળી જાગેલી પોલીસ ચોરોની શોધખોળ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, ઘણા દિવસોથી જોરબાગ વિસ્તારથી લઈને રાષ્ટ્રપતિ ભવનની વચ્ચે પાણીની પાઈપ લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. પાઈપ લાઈનમાં નાંખવાની ઘણી પાઈપો ગાયબ હોવાની જાણ કોન્ટ્રાક્ટરને થતા તેણે આ અંગે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને જ્યારે ખ્યાલ આવ્યો કે, રાષ્ટ્રપતિ ભવનમાં નાંખવાની પાઈપોની જ ચોરી થઈ છે, તો તેમના હોંશ ઉડી ગયા હતા અને તેમણે ચોરોને પકડવા માટે કમર કસી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં લાગેલા CCTVના ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, 4 ચોર કારમાં બેસીને રાષ્ટ્રપતિ ભવન આવ્યા હતા અને ત્યાંથી કન્ટેનરમાં નાંખીને 20થી 22 પાઈપો ચોરી કરીને લઈ ગયા હતા.

પોલીસે ચારેય આરોપી અજય, મિશલેશ, રાકેશ તિવારી અને ગુડ્ડૂની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોરી કરવામાં આવેલી પાઈપોને ચોરોએ મેરઠ જઈને વેચી નાંખી હતી. બુધવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે અજયના રિમાન્ડ મેળવી લીધા છે. જ્યારે બાકીના ત્રણ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp