ખેતરમાંથી ચોર 30 હજારની ડુંગળી ચોરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

PC: twimg.com

મધ્ય પ્રદેશના મંદસૌરના રિચા ગામના એક ખેડૂતે દાવો કર્યો છે કે તેની ડુંગળીના પાકને ચોરો ચોરી કરી ગયા છે. પોલીસે કહ્યું કે, તેમણે ફરિયાદ દાખલ કરી લીધી છે કે 30,000 રૂપિયાનો ડુંગળીનો પાક ચોરી થઈ ગયો છે. પોલીસ ખેતરમાં ગયા છે, તેમના પરત ફરવાની સાથે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ડુંગળી સામાન્ય લોકોને રડાવી રહી છે. તેના ભાવો 100 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. દિલ્હીમાં છૂટક કાંદાનો ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો છે. જ્યારે પણ કાંદાના ભાવો વધે છે, લગભગ દરેક ભારતીય ઘરોમાં તેની અસર જોવા મળે છે. હાલમાં તો ડુંગળીની કિંમત લગભગ 70-80 રૂપિયે કિલો છે. ત્યાર બાદ સામાન્ય નાગરિકોનું શાકભાજીનું બજેટ જરા બગડ્યું છે.

ઘણાં લોકો ડુંગળીનાં સ્થાન ફ્લાવર અને મૂળા જેવા વિકલ્પો પસંદ કરી રહ્યા છે. લોકો પાસે હવે કાંદા ખરીદવા માટે વધારે રૂપિયા આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. સોશિયલ મીડિયા પર પણ ડુંગળી ટ્રેડિંગમાં છે.

ગયા વર્ષે દુકાળ અને આ વર્ષે ચોમાસું લેટથી આવવાને કારણે ડુંગળીના ભાવો વધી રહ્યા છે. તો વળી એવામાં મહારાષ્ટ્રમાં ઘણાં વિસ્તારોમાં વધારે વરસાદ અને પૂરને કારણે ડુંગળીનો પાક નષ્ટ થઈ ગયો હતો. જેને કારણે હજારોમાં ડુંગળીની માંગ વધી અને તેનો પુરવઠો ઘટી ગયો.

મોદી સરકારના તમામ પ્રયાસો છતાં ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળીઓ મળી રહી નથી. દેશમાં કાંદાનો પુરવઠો વધારવા અને તેની કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે, પણ ડુંગળીના ભાવો ક્યારે ઓછા થશે તેનો સરકાર પાસે કોઈ જવાબ નથી.

આજની તારીખમાં ડુંગળીના ભાવો 80 થી 100 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. તેને લીધે રાજકારણ પણ ઘણું થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp