શું ઈટલીની આ આલિશાન બિલ્ડીંગના માલિક છે રાહુલ ગાંધી? જાણો શું છે સત્ય

PC: thequint.com

સોશિયલ મીડિયા પર ગુજરાતી બોલી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનો દાવો છે કે વીડિયોમાં જોવા મળી રહેલી ઈટલીની આ શાનદાર બિલ્ડીંગનો માલિક રાહુલ ગાંધી છે. ક્વિંટની તપાસમાં સામે આવ્યું કે વ્યક્તિ અસલમાં ઈટલીના કૈસલ સ્કવેર પર ઉભો છે. આ જગ્યા ઈટલીની ઐતિહાસિક બિલ્ડીંગથી ઘેરાયેલી છે. તેવી જ એક બિલ્ડીંગને રાહુલ ગાંધીની બિલ્ડીંગ કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોની સાથે શેર કરવામાં આવી રહેલા મેસેજમાં લખ્યું છે- હું ઈટલીથી એક હિંદુસ્તાની બોલી રહ્યો છું, આ રાહુલ ગાંધીની બિલ્ડીંગ છે જે કરોડો રૂપિયાની નહીં પરંતુ અબજો રૂપિયાની છે. ભારતને લૂટીને ઈટલીમાં પોતાની સંપત્તિ બનાવી રાખી છે પપ્પુ ગાંધી અને મા સોનિયા ગાંધીએ.

વાયરલ વીડિયોને કી-ફ્રેમમાં વહેંચીને રિવર્સ ચેક કરવાથી ખબર પડી કે આ વ્યક્તિ અસલમાં ઈટલીના ટ્યુરિનમાં કૈસલ સ્કવેર પર ઉભો છે. કેટલાંક ટ્રાવેલ અને ટુરીઝમ સાથે જોડાયેલી વેબસાઈટ પર ચેક કરવામાં આવતા ખબર પડી કે પિયાજા કસ્ટેલો એક જાણીતું ટુરીસ્ટ સ્પોટ છે. ઈટલીના ટ્યુરિનમાં આવેલા પિયાજા કસ્ટેલોમાં ઘણી એવી ઐતિહાસિક બિલ્ડીંગો છે, જેમાં રોયલ પેલેસ અને ઓપેરા હાઉસ પણ સામેલ છે. Jetty Image અને Google Map પર ઉપલબ્ધ પિયાજા કસ્ટેલોના ફોટાને વાયરલ વીડિયોમાં બતાવેલી જગ્યાને મેચ કરતા ક્લિયર થઈ ગયું હતું કે બંને જગ્યા એક જ છે.

જે બિલ્ડીંગને વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીની કહેવામાં આવી રહી છે તે અસલમાં ટ્યુરિનનું રોયલ પેલેસ છે. 1955માં આ બિલ્ડીંગ સરકારને સોંપી દેવામાં આવી હતી, હવે આ રોયલ મ્યુઝમિયમનો ભાગ છે. 1997માં આ બિલ્ડીંગને યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઈટનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે.

Google Map દ્વારા પિયાજો કસ્ટેલોની અન્ય બિલ્ડીંગની ઓળખ કરવાની શરૂ કરી. ઓબોનમેન્ટો મ્યૂઝ મ્યૂઝિયમ માટે પાસ ખરીદવા માટેની બિલ્ડીંગ છે, જ્યારે રીજનલ પાયમોનેટ-યુઆરપી પબ્લિક રિલેશન ઓફિસનું હેડક્વાર્ટર છે. પિયાજા કસ્ટેલો સૂટ્સ એક ટુરીસ્ટ હોટેલ છે, જેનું સંચાલન એક પ્રાઈવેટ કંપની કરે છે. તપાસમાં ખબર પડી કે વાયરલ વીડિયોમાં વ્યક્તિ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp